Samaysar Kalash Tika (Gujarati). Shlok: 143.

< Previous Page   Next Page >


Page 133 of 269
PDF/HTML Page 155 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

નિર્જરા અધિકાર
૧૩૩

दुष्करतरैः’’ (स्वयम् एव) સહજપણે (दुष्करतरैः) કષ્ટસાધ્ય છે. ભાવાર્થ આમ છે કે જેટલી ક્રિયા છે તે બધી દુઃખાત્મક છે, શુદ્ધસ્વરૂપ-અનુભવની માફક સુખસ્વરૂપ નથી. વળી કેવાં છે? ‘‘मोक्षोन्मुखैः’’ (मोक्ष) સકળકર્મક્ષયથી (उन्मुखैः) ઉન્મુખ છે અર્થાત્ તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઊપજે છે તે જૂઠો છે. ‘‘च’’ વળી કેવા છે મિથ્યાદ્રષ્ટિ જીવ? ‘‘महाव्रततपोभारेण चिरं भग्नाः क्लिश्यन्तां’’ (महाव्रत) હિંસા, અનૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, (तपः) મહા પરીષહોનું સહવું, તેના (भार) ઘણા બોજા વડે (चिरं) ઘણા કાળ પર્યંત (भग्नाः) મરીને ચૂરો થતા થકા (क्लिश्यन्तां) ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો નથી. ૧૦૧૪૨.

(દ્રુતવિલંબિત)
पदमिदं ननु कर्मदुरासदं
सहजबोधकलासुलभं किल
तत इदं निजबोधकलाबलात
कलयितुं यततां सततं जगत।।११-१४३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ततः ननु इदं जगत् इदं पदम् कलयितुं सततं यततां’’ (ततः) તે કારણથી (ननु) અહો (इदं जगत्) વિદ્યમાન છે જે ત્રૈલોક્યવર્તી જીવરાશિ તે (इदं पदम्) આ પદનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનમાત્રવસ્તુનો (कलयितुं) નિરંતર અભ્યાસ કરવાને માટે (सततं) અખંડધારાપ્રવાહરૂપ (यततां) યત્ન કરો. શા કારણ વડે? ‘‘निजबोधकलाबलात्’’ (निजबोध) શુદ્ધ જ્ઞાન, તેનો (कला) પ્રત્યક્ષ અનુભવ, તેના (बलात्) સામર્થ્ય વડે; કેમ કે ‘‘किल’’ નિશ્ચયથી જ્ઞાનપદ ‘‘कर्मदुरासदं’’ (कर्म) જેટલી ક્રિયા છે તેના વડે (दुरासदं) અપ્રાપ્ય છે, અને ‘‘सहजबोधकलासुलभं’’ (सहजबोध) શુદ્ધ જ્ઞાનના (कला) નિરંતર અનુભવ વડે (सुलभं) સહજ જ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કેશુભ-અશુભરૂપ છે જેટલી ક્રિયા, તેનું મમત્વ છોડીને એક શુદ્ધસ્વરૂપ-અનુભવ કારણ છે. ૧૧૧૪૩.