કહાનજૈનશાસ્ત્રમાળા ]
सामान्यतः स्वपरयोरविवेकहेतुम् ।
भूयस्तमेव परिहर्त्तुमयं प्रवृत्तः ।।१३-१४५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अधुना अयं भूयः प्रवृत्तः’’ (अधुना) અહીંથી આરંભ કરીને (अयं) ગ્રંથના કર્તા (भूयः प्रवृत्तः) કાંઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે. કેવા છે ગ્રંથના કર્તા? ‘‘अज्ञानम् उज्झितुमना’’ (अज्ञानम्) જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ (उज्झितुमना) કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો, એવા છે. શું કહેવા ચાહે છે? ‘‘तम् एव विशेषात् परिहर्तुम्’’ (तम् एव) જેટલો પરદ્રવ્યરૂપ પરિગ્રહ છે તેને (विशेषात् परिहर्तुम्) ભિન્ન ભિન્ન નામોનાં વિવરણ સહિત છોડવાને માટે અથવા છોડાવવાને માટે. અહીં સુધી કહ્યું તે શું કહ્યું? ‘‘इत्थं समस्तम् एव परिग्रहम् सामान्यतः अपास्य’’ (इत्थं) અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે (समस्तम् एव परिग्रहम्) જેટલી પુદ્ગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી, તેનો (सामान्यतः अपास्य) સામાન્યપણે ત્યાગ કહ્યો અર્થાત્ જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે ત્યાજ્ય છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કહ્યો. હવે વિશેષરૂપ કહે છે. વિશેષાર્થ આમ છે કે — જેટલું પરદ્રવ્ય તેટલું ત્યાજ્ય છે એમ કહ્યું. હવે (કહે છે કે) ક્રોધ પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, માન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, ઇત્યાદિ; ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, પાણી પીવું પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે. કેવો છે પરદ્રવ્યપરિગ્રહ? ‘‘स्वपरयोः अविवेकहेतुम्’’ (स्व) શુદ્ધ ચિદ્રૂપમાત્ર વસ્તુ અને (परयोः) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમના (अविवेक) એકત્વરૂપ સંસ્કારનું (हेतुम्) કારણ છે. ભાવાર્થ આમ છે કે — મિથ્યાદ્રષ્ટિ જીવને જીવ-કર્મમાં એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે; સમ્યગ્દ્રષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવશે. ૧૩ – ૧૪૫.