૧૩૬
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यदि ज्ञानिनः उपभोगः भवति तत् भवतु’’ (यदि) જો કદાચિત્ (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (उपभोगः) શરીર આદિ સંપૂર્ણ ભોગસામગ્રી (भवति) હોય છે, સમ્યગ્દ્રષ્ટિ જીવ ભોગવે છે, (तत्) તો (भवतु) સામગ્રી હો, સામગ્રીનો ભોગ પણ હો, ‘‘नूनम् परिग्रहभावम् न एति’’ (नूनम्) નિશ્ચયથી (परिग्रहभावम्) વિષયસામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને (न एति) પામતો નથી. શા કારણથી? ‘‘अथ च रागवियोगात्’’ (अथ च) જ્યારથી સમ્યગ્દ્રષ્ટિ થયો (रागवियोगात्) ત્યારથી માંડીને વિષયસામગ્રીમાં રાગ-દ્વેષ-મોહથી રહિત થયો, તે કારણથી. કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીને — સમ્યગ્દ્રષ્ટિ જીવને વિષયસામગ્રી કેમ હોય છે? ઉત્તર આમ છે કે — ‘‘पूर्वबद्धनिजकर्मविपाकात्’’ (पूर्वबद्ध) સમ્યક્ત્વ ઊપજતાં પહેલાં મિથ્યાદ્રષ્ટિ જીવ હતો, રાગી હતો; ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે (निजकर्म) પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણાદિરૂપ કાર્મણવર્ગણા, તેના (विपाकात्) ઉદયને લીધે. ભાવાર્થ આમ છે કે — રાગ-દ્વેષ-મોહપરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કારણ નથી, નિર્જરાનું કારણ છે; તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ અનેક પ્રકારની વિષયસામગ્રી ભોગવે છે, પરંતુ રંજિતપરિણામ નથી તેથી બંધ નથી, પૂર્વે બાંધ્યું હતું જે કર્મ તેની નિર્જરા છે. ૧૪ – ૧૪૬.
वेद्यते न खलु कांक्षितमेव ।
सर्वतोऽप्यतिविरक्तिमुपैति ।।१५-१४७।।