કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तेन विद्वान् किञ्चन न कांक्षति’’ (तेन) તે કારણથી (विद्वान्) સમ્યગ્દ્રષ્ટિ જીવ, (किञ्चन) કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી તેમાં કોઈ સામગ્રી (न कांक्षति) — કર્મની સામગ્રીમાં કોઈ સામગ્રી — જીવને સુખનું કારણ એમ માનતો નથી, સર્વ સામગ્રી દુઃખનું કારણ એમ માને છે. વળી કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘सर्वतः अतिविरक्तिम् उपैति’’ (सर्वतः) જેટલી કર્મજનિત સામગ્રી છે તેના પ્રત્યે મન, વચન, કાય — ત્રિશુદ્ધિ વડે (अतिविरक्तिम्) અતિ વિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ (उपैति) પરિણમે છે. શા કારણથી એવો છે? ‘‘यतः खलु कांक्षितम् न वेद्यते एव’’ (यतः) કારણ કે (खलु) નિશ્ચયથી (कांक्षितम्) જે કાંઈ ચિંતવ્યું છે તે (न वेद्यते) પ્રાપ્ત થતું નથી, (एव) એમ જ છે. શા કારણથી? ‘‘वेद्यवेदकविभावचलत्वात्’’ (वेद्य) વાંછવામાં આવે છે જે વસ્તુસામગ્રી અને (वेदक) વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ, તેઓ છે (विभाव) બંને અશુદ્ધ, વિનશ્વર, કર્મજનિત, તે કારણથી (चलत्वात्) ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે. કોઈ અન્ય ચિંતવાય છે, કોઈ અન્ય થાય છે. ભાવાર્થ આમ છે કે — અશુદ્ધ રાગાદિ પરિણામ તથા વિષયસામગ્રી બંને સમયે સમયે વિનશ્વર છે, માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યગ્દ્રષ્ટિને એવા ભાવોનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યગ્દ્રષ્ટિને બંધ નથી, નિર્જરા છે. ૧૫ – ૧૪૭.
कर्म रागरसरिक्ततयैति ।
स्वीकृतैव हि बहिर्लुठतीह ।।१६-१४८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘कर्म ज्ञानिनः परिग्रहभावं न हि एति’’ (कर्म) જેટલી વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા છે તે (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (परिग्रहभावं) મમતારૂપ સ્વીકારપણાને (न हि एति) નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. શા કારણે? ‘‘रागरसरिक्ततया’’ (राग) કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને રંજિતપરિણામરૂપ જે