૧૩૮
(रस) વેગ, તેનાથી (रिक्ततया) ખાલી છે, એવો ભાવ હોવાથી. દ્રષ્ટાન્ત કહે છે — ‘‘हि इह अकषायितवस्त्रे रङ्गयुक्तिः बहिः लुठति एव’’ (हि) જેમ (इह) સર્વ લોકમાં પ્રગટ છે કે (अकषायित) હરડાં, ફટકડી, લોધર જેને લાગ્યાં નથી એવા (वस्त्रे) કપડામાં (रङ्गयुक्तिः) રંગયુક્તિ અર્થાત્ મજીઠના રંગનો સંયોગ કરવામાં આવે છે તોપણ (बहिः लुठति) કપડાને લાગતો નથી, બહાર ને બહાર ફરે છે, તેવી રીતે. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવને પંચેન્દ્રિયવિષયસામગ્રી છે, ભોગવે પણ છે; પરંતુ અંતરંગ રાગ-દ્વેષ-મોહભાવ નથી, તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે; કેવી છે રંગયુક્તિ? ‘‘स्वीकृता’’ કપડું અને રંગ એકઠાં કરવામાં આવ્યાં છે એવી. ૧૬ – ૧૪૮.
कर्ममध्यपतितोऽपि ततो न ।।१७-१४९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यतः ज्ञानवान् स्वरसतः अपि सर्वरागरस- वर्जनशीलः स्यात्’’ (यतः) જે કારણથી (ज्ञानवान्) શુદ્ધસ્વરૂપ-અનુભવશીલ છે જે જીવ તે, (स्वरसतः) વિભાવપરિણમન મટ્યું હોવાથી શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે તેથી (सर्वराग) જેટલા રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ (रस) અનાદિના સંસ્કાર તેનાથી (वर्जनशीलः स्यात्) રહિત છે સ્વભાવ જેનો, એવો છે; ‘‘ततः एषः कर्ममध्यपतितः अपि सकलकर्मभिः न लिप्यते’’ (ततः) તે કારણથી (एषः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (कर्म) કર્મના ઉદયજનિત અનેક પ્રકારની ભોગસામગ્રીમાં (र्मध्यपतितः अपिः) પડ્યો છે અર્થાત્ પંચેન્દ્રિયભોગસામગ્રી ભોગવે છે, સુખ-દુઃખને પામે છે, તથાપિ (सकलकर्मभिः) આઠે પ્રકારનાં છે જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેમના વડે (न लिप्यते) બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે — અંતરંગ ચીકણાપણું નથી તેથી બંધ થતો નથી, નિર્જરા થાય છે. ૧૭ – ૧૪૯.