કહાનજૈનશાસ્ત્રમાળા ]
ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव ।।१८-१५०।।
ખંડાન્વય સહિત અર્થઃ — અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ પરિણામથી શુદ્ધ છે તથાપિ પંચેન્દ્રિયવિષય ભોગવે છે, ત્યાં વિષયને ભોગવતાં કર્મનો બંધ છે કે નથી? સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી. ‘‘ज्ञानीन् भुंक्ष्व’’ (ज्ञानिन्) હે સમ્યગ્દ્રષ્ટિ જીવ! (भुंक्ष्व) કર્મના ઉદયથી મળી છે જે ભોગસામગ્રી તેને ભોગવે છે તો ભોગવ, ‘‘तथापि तव बन्धः नास्ति’’ (तथापि) તોપણ (तव) તને (बन्धः) બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મનું આગમન (नास्ति) નથી. કેવો બંધ નથી? ‘‘परापराधजनितः’’ (पर) ભોગસામગ્રી, તેનું (अपराध) ભોગવવામાં આવવું, તેનાથી (जनितः) ઉત્પન્ન થતો. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવને વિષયસામગ્રી ભોગવતાં બંધ નથી, નિર્જરા છે, કારણ કે સમ્યગ્દ્રષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે; એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરિણામોની શુદ્ધતા હોતાં બાહ્ય ભોગસામગ્રી દ્વારા બંધ કરાતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. અહીં કોઈ આશંકા કરે છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવ ભોગ ભોગવે છે, તો ભોગ ભોગવતાં રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હશે, ત્યાં તે રાગપરિણામ દ્વારા બંધ થતો હશે; પરંતુ એમ તો નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, ભોગસામગ્રીને ભોગવતાં, સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી. કેટલીયે ભોગસામગ્રી ભોગવો તથાપિ શુદ્ધજ્ઞાન પોતાના સ્વરૂપે — શુદ્ધ જ્ઞાનસ્વરૂપે રહે છે; વસ્તુનું એવું સહજ છે. તે કહે છે — ‘‘ज्ञानं कदाचनापि अज्ञानं न भवेत्’’ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે આત્મદ્રવ્ય તે, (कदाचन अपि) અનેક પ્રકારની ભોગસામગ્રીને ભોગવતાં અતીત-અનાગત-વર્તમાન કાળમાં (अज्ञानं) વિભાવ-અશુદ્ધ-રાગાદિરૂપ (न भवेत्) થતું નથી. કેવું છે જ્ઞાન? ‘‘सन्ततं भवत्’’ શાશ્વત શુદ્ધત્વરૂપ જીવદ્રવ્ય પરિણમ્યું છે, માયાજાળની માફક ક્ષણવિનશ્વર નથી. હવે દ્રષ્ટાન્ત દ્વારા વસ્તુનું