Samaysar Kalash Tika (Gujarati). Shlok: 151.

< Previous Page   Next Page >


Page 140 of 269
PDF/HTML Page 162 of 291

 

૧૪૦

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

સ્વરૂપ સાધે છે‘‘हि यस्य वशतः यः याद्रक् स्वभावः तस्य ताद्रक् इह अस्ति’’ (हि) કારણ કે (यस्य) જે કોઈ વસ્તુનો (यः याद्रक् स्वभावः) જે સ્વભાવ, જેવો સ્વભાવ છે તે (वशतः) અનાદિનિધન છે, (तस्य) તે વસ્તુનો (ताद्रक् इह अस्ति) તેવો જ છે. જેવી રીતે શંખનો શ્વેત સ્વભાવ છે, શ્વેત પ્રગટ છે, તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. ‘‘एषः परैः कथञ्चन अपि अन्याद्रशः कर्तुं न शक्यते’’ (एषः) વસ્તુનો સ્વભાવ (परैः) અન્ય વસ્તુનો કર્યો (कथञ्चन अपि) કોઈ પણ પ્રકારે (अन्याद्रशः) બીજારૂપ (कर्तुं) કરાવાને (न शक्यते) સમર્થ નથી. ભાવાર્થ આમ છે કેસ્વભાવથી શ્વેત શંખ છે, તે શંખ કાળી માટી ખાય છે, પીળી માટી ખાય છે, નાના વર્ણની માટી ખાય છે; એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી, પોતાના શ્વેત રૂપે રહે છે; વસ્તુનું એવું જ સહજ છે; તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહરહિત શુદ્ધપરિણામરૂપ છે, તે જીવ નાના પ્રકારની ભોગસામગ્રી ભોગવે છે તથાપિ પોતાના શુદ્ધપરિણામરૂપ પરિણમે છે, સામગ્રી હોતાં અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યગ્દ્રષ્ટિને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ૧૮૧૫૦.

(શાર્દૂલવિક્રીડિત)
ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते
भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः
बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम्
।।१९-१५१।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानिन् जातु कर्म कर्तुम् न उचितं’’ (ज्ञानिन्) હે સમ્યગ્દ્રષ્ટિ જીવ! (जातु) કોઈ પણ પ્રકારે, ક્યારેય (कर्म) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ (कर्तुम्) બાંધવાને (न उचितं) યોગ્ય નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી. ‘‘तथापि किञ्चित् उच्यते’’ (तथापि) તોપણ (किञ्चित् उच्यते) કાંઈક વિશેષ છે તે કહે છે‘‘हन्त यदि मे परं न जातु भुंक्षे भोः दुर्भुक्तः एव असि’’ (हन्त) આકરાં વચને કહે છેઃ (यदि) જો એવું જાણીને