કહાનજૈનશાસ્ત્રમાળા ]
ભોગસામગ્રી ભોગવે છે કે (मे) મને (परं न जातु) કર્મનો બંધ નથી, એમ જાણીને (भुंक्षे) પંચેન્દ્રિયવિષય ભોગવે છે તો (भोः) અહો જીવ! (दुर्भुक्तः एव असि) એવું જાણીને ભોગોને ભોગવવું ભલું નથી. કારણ કે વસ્તુસ્વરૂપ આ પ્રમાણે છે — ‘‘यदि उपभोगतः बन्धः न स्यात् तत् ते किं कामचारः अस्ति’’ (यदि) જો એમ છે કે (उपभोगतः) ભોગસામગ્રી ભોગવતાં (बन्धः न स्यात्) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી (तत्) તો (ते) અહો સમ્યગ્દ્રષ્ટિ જીવ! તારે (कामचारः) સ્વેચ્છા-આચરણ (किं अस्ति) શું છે? અર્થાત્ એમ તો નથી. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, કારણ કે સમ્યગ્દ્રષ્ટિ જીવ રાગ-દ્વેષ-મોહથી રહિત છે. તે જ સમ્યગ્દ્રષ્ટિ જીવ, જો સમ્યક્ત્વ છૂટે, મિથ્યાત્વરૂપ પરિણમે તો, જ્ઞાનાવરણાદિ કર્મબંધને અવશ્ય કરે; કેમ કે મિથ્યાદ્રષ્ટિ થતો થકો રાગ-દ્વેષ-મોહરૂપ પરિણમે છે; એમ કહે છે — ‘‘ज्ञानं सन् वस’’ સમ્યગ્દ્રષ્ટિ હોતો થકો જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી; ‘‘अपरथा स्वस्य अपराधात् बन्धम् ध्रुवम् एषि’’ (अपरथा) મિથ્યાદ્રષ્ટિ થતો થકો (स्वस्य अपराधात्) પોતાના જ દોષથી રાગાદિ અશુદ્ધરૂપ પરિણમનને લીધે (बन्धम् ध्रुवम् एषि) જ્ઞાનાવરણાદિ કર્મબંધને તું જ અવશ્ય કરે છે. ૧૯ – ૧૫૧.
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ।।२०-१५२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् मुनिः कर्मणा नो बध्यते’’ (तत्) તે કારણથી (मुनिः) શુદ્ધસ્વરૂપ-અનુભવે બિરાજમાન સમ્યગ્દ્રષ્ટિ જીવ (कर्मणा) જ્ઞાનાવરણાદિ કર્મથી (नो बध्यते) બંધાતો નથી. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘हि कर्म कुर्वाणः अपि’’ (हि) નિશ્ચયથી (कर्म) કર્મજનિત વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયાને (कुर्वाणः अपि) જો કે કરે છે — ભોગવે છે તોપણ ‘‘तत्फलपरित्यागैकशीलः’’ (तत्फल)