Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


Page 142 of 269
PDF/HTML Page 164 of 291

 

૧૪૨

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

કર્મજનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિતપરિણામનો (परित्याग) સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે એવો છે (एक) સુખરૂપ (शीलः) સ્વભાવ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દ્રષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વપરિણામ મટી ગયા છે, તે મટવાથી અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ અનુભવગોચર થયું છે. વળી કેવો છે? ‘‘ज्ञानं सन् तदपास्तरागरचनः’’ જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગભાવ જેમાંથી, એવો છે. તેથી કર્મજનિત છે જે ચાર ગતિના પર્યાય તથા પંચેન્દ્રિયના ભોગ તે બધા આકુલતાલક્ષણ દુઃખરૂપ છેએવો જ, સમ્યગ્દ્રષ્ટિ જીવ અનુભવ કરે છે; એ કારણથી જેટલો કાંઈ સાતા-અસાતારૂપ કર્મનો ઉદય, તેનાથી જે કાંઈ ઇષ્ટ વિષયરૂપ અથવા અનિષ્ટ વિષયરૂપ સામગ્રી તે, સમ્યગ્દ્રષ્ટિને સર્વ અનિષ્ટરૂપ છે. તેથી જેમ કોઈ જીવને અશુભ કર્મના ઉદયે રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણુંય કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે છૂટતાં નથી, તેથી ભોગવવાં જ પડે; તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવને, પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે જે સાતારૂપ-અસાતારૂપ કર્મ, તેના ઉદયે અનેક પ્રકારની વિષયસામગ્રી હોય છે, તેને સમ્યગ્દ્રષ્ટિ જીવ દુઃખરૂપ અનુભવે છે, છોડવાને ઘણુંય કરે છે, પરંતુ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે, તેથી પરવશ થયો ભોગવે છે, હૃદયમાં અત્યંત વિરક્ત છે, તેથી અરંજિત છે. માટે ભોગસામગ્રી ભોગવતાં કર્મનો બંધ નથી, નિર્જરા છે. અહીં દ્રષ્ટાન્ત કહે છે‘‘

यत् किल कर्म कर्तारं स्वफलेन बलात् योजयेत्’’ (यत्) કારણ કે આમ છે, (किल) આમ જ છે, સંદેહ નથી કે (कर्म) રાજાની સેવા આદિથી માંડીને જેટલી કર્મભૂમિસંબંધી ક્રિયા, (कर्तारं) ક્રિયામાં રંજિત થઈનેતન્મય થઈને કરે છે જે કોઈ પુરુષ તેને, (स्वफलेन)જેમ રાજાની સેવા કરતાં દ્રવ્યની પ્રાપ્તિ, ભૂમિની પ્રાપ્તિ, જેમ ખેતી કરતાં અન્નની પ્રાપ્તિ થાય છે તેમપોતાના ફળ સાથે (बलात् योजयेत्) અવશ્ય જોડે છે અર્થાત્ અવશ્ય કર્તાપુરુષનો ક્રિયાના ફળ સાથે સંયોગ થાય છે. ભાવાર્થ આમ છે કેજે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવને બંધ થતો નથી, નિર્જરા થાય છે; કારણ કે સમ્યગ્દ્રષ્ટિ જીવ ભોગસામગ્રી-ક્રિયાનો કર્તા નથી, તેથી ક્રિયાનું ફળ કર્મબંધ, તે તો સમ્યગ્દ્રષ્ટિને નથી. દ્રષ્ટાન્તથી દ્રઢ કરે છે‘‘यत कुर्वाणः फललिप्सुः ना एव हि कर्मणः फलं प्राप्नोति’’ (यत्) કારણ કે પૂર્વોક્ત