કહાનજૈનશાસ્ત્રમાળા ]
નાના પ્રકારની ક્રિયા (कुर्वाणः) કરતો થકો (फललिप्सुः) ફળની અભિલાષા કરીને ક્રિયાને કરે છે એવો (ना) કોઈ પુરુષ (कर्मणः फलं) ક્રિયાના ફળને (प्राप्नोति) પામે છે. ભાવાર્થ આમ છે — જે કોઈ પુરુષ ક્રિયા કરે છે, નિરભિલાષ થઈને કરે છે, તેને તો ક્રિયાનું ફળ નથી. ૨૦ – ૧૫૨.
किन्त्वस्यापि कुतोऽपि किच्चिदपि तत्कर्मावशेनापतेत् ।
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ।।२१-१५३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘येन फलं त्यक्तं स क र्म कुरुते इति वयं न प्रतीमः’’ (येन) જે સમ્યગ્દ્રષ્ટિ જીવે (फलं त्यक्तं) કર્મના ઉદયથી છે જે ભોગસામગ્રી તેનો (फलं) અભિલાષ (त्यक्तं) સર્વથા મમત્વ છોડેલ છે (सः) તે સમ્યગ્દ્રષ્ટિ જીવ (कर्म कुरुते) જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે (इति वयं न प्रतीमः) એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ભાવાર્થ આમ છે કે — જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ‘‘किन्तु’’ કાંઈક વિશેષ — ‘‘अस्य अपि’’ આ સમ્યગ્દ્રષ્ટિને પણ ‘‘अवशेन कुतः अपि किञ्चित् अपि कर्म आपतेत्’’ (अवशेन) અભિલાષ કર્યા વિના જ, બલાત્કારે જ (कुतः अपि किञ्चित् अपि कर्म) પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિયવિષય ભોગક્રિયા, તે (आपतेत्) પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે — જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર વાંછા વિના જ હોય છે, તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. ‘‘तस्मिन् आपतिते’’ અનિચ્છક છે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ, તેને બલાત્કારે હોય છે ભોગક્રિયા, તે હોતાં ‘‘ज्ञानी किं कुरुते’’ (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (किं कुरुते) અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો? ‘‘अथ न कुरुते’’ સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દ્રષ્ટિ જીવ નથી. કોનો કર્તા નથી? ‘‘कर्म इति’’ ભોગક્રિયાનો. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘जानाति कः’’ જ્ઞાયક-