૧૪૪
સ્વરૂપમાત્ર છે. તથા કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘अकम्पपरमज्ञानस्वभावे स्थितः’’ નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે. ૨૧ – ૧૫૩.
जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्चयवन्ते न हि ।।२२-१५४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सम्यग्द्रष्टयः एव इदं साहसम् कर्तुं क्षमन्ते’’ (सम्यग्द्रष्टयः) સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે જે જીવરાશિ તે (एव) નિશ્ચયથી (इदं साहसम्) આવું સાહસ અર્થાત્ ધીરપણું (कर्तुं) કરવાને (क्षमन्ते) સમર્થ હોય છે. કેવું છે સાહસ? ‘‘परं’’ સર્વથી ઉત્કૃષ્ટ છે. ક્યું સાહસ? ‘‘यत् वज्रे पतति अपि अमी बोधात् न हि च्यवन्ते’’ (यत्) જે સાહસ એવું છે કે (वज्रे पतति अपि) મહાન વજ્ર પડવા છતાં પણ (अमी) સમ્યગ્દ્રષ્ટિ જીવરાશિ (बोधात्) શુદ્ધસ્વરૂપના અનુભવથી (न हि च्यवन्ते) સહજ ગુણથી સ્ખલિત થતો નથી. ભાવાર્થ આમ છે કે — કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યગ્દ્રષ્ટિ જીવને સાતાકર્મના ઉદયે અનેક પ્રકારની ઇષ્ટ ભોગસામગ્રી હોય છે, અસાતાકર્મના ઉદયે અનેક પ્રકારની રોગ, શોક, દારિદ્ર, પરીષહ, ઉપસર્ગ ઇત્યાદિ અનિષ્ટ સામગ્રી હોય છે, તેને ભોગવતાં શુદ્ધસ્વરૂપ-અનુભવથી ચૂકતો હશે. તેનું સમાધાન આમ છે કે અનુભવથી ચૂકતો નથી, જેવો અનુભવ છે તેવો જ રહે છે; વસ્તુનું એવું જ સ્વરૂપ છે. કેવું છે વજ્ર?
ચલાયમાન એવો જે (त्रैलोक्य) સર્વ સંસારી જીવરાશિ, તેણે (मुक्त) છોડી દીધી છે (अध्वनि) પોતપોતાની ક્રિયા જેના પડવાથી, એવું છે વજ્ર. ભાવાર્થ આમ છે કે — એવા છે ઉપસર્ગ, પરીષહ કે જે હોતાં મિથ્યાદ્રષ્ટિને જ્ઞાનની સૂધ રહેતી નથી. કેવા છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘स्वं जानन्तः’’ (स्वं) સ્વને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને (जानन्तः) પ્રત્યક્ષપણે અનુભવે છે. કેવો છે સ્વ? ‘‘अवध्यबोधवपुषं’’ (अवध्य) શાશ્વત