કહાનજૈનશાસ્ત્રમાળા ]
જે (बोध) જ્ઞાનગુણ, તે છે (वपुषं) શરીર જેનું, એવો છે. શું કરીને (અનુભવે છે)? ‘‘सर्वाम् एव शङ्कां विहाय’’ (सर्वाम् एव) સાત પ્રકારના (शङ्कां) ભયને (विहाय) છોડીને. જે રીતે ભય છૂટે છે તે કહે છે — ‘‘निसर्गनिर्भयतया’’ (निसर्ग) સ્વભાવથી (निर्भयतया) ભયરહિતપણું હોવાને લીધે. ભાવાર્થ આમ છે કે — સમ્યગ્દ્રષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે, તેથી સહજ જ અનેક પ્રકારના પરિષહ-ઉપસર્ગનો ભય નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, નિર્જરા છે. કઈ રીતે છે નિર્ભયપણું? ‘‘स्वयं’’ એવું સહજ છે. ૨૨ – ૧૫૪.
श्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः ।
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२३-१५५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः सहजं ज्ञानं स्वयं सततं सदा विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (सहजं) સ્વભાવથી જ (ज्ञानं) શુદ્ધ ચૈતન્યવસ્તુને (विन्दति) અનુભવે છે – આસ્વાદે છે. કઈ રીતે અનુભવે છે? (स्वयं) પોતાથી પોતાને અનુભવે છે. ક્યા કાળે? (सततं) નિરંતરપણે (सदा) અતીત-અનાગત-વર્તમાનમાં અનુભવે છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशङ्कः’’ સાત ભયથી રહિત છે. શાથી? કારણ કે ‘‘तस्य तद्भीः कुतः अस्ति’’ (तस्य) તે સમ્યગ્દ્રષ્ટિને (तद्भीः) ઇહલોકભય, પરલોકભય (कुतः अस्ति) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો. જેવો વિચાર કરતાં ભય હોતો નથી તે કહે છે — ‘‘तव अयं लोकः तदपरः अपरः न’’ (तव) હે જીવ! તારો (अयं लोकः) વિદ્યમાન છે જે ચિદ્રૂપમાત્ર તે લોક છે, (तद्-अपरः) તેનાથી અન્ય જે કાંઈ છે ઇહલોક, પરલોક, — વિવરણઃ ઇહલોક અર્થાત્ વર્તમાન પર્યાય, તે વિષે એવી ચિન્તા કે પર્યાય પર્યંત સામગ્રી રહેશે કે નહિ રહે; પરલોક અર્થાત્ અહીંથી મરીને સારી ગતિમાં જઈશ કે નહિ જાઉં એવી ચિન્તા; — એવો જે (अपरः) ઇહલોક પરલોક પર્યાયરૂપ તે (न) જીવનું સ્વરૂપ નથી; ‘‘यत् एषः अयं लोकः केवलं चिल्लोकं स्वयं एव लोकयति’’ (यत्) કારણ કે (एषः अयं लोकः) અસ્તિરૂપ છે