૧૪૬
જે ચૈતન્યલોક તે (केवलं) નિર્વિકલ્પ છે, (चिल्लोकं स्वयं एव लोकयति) જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વયમેવ દેખે છે. ભાવાર્થ આમ છે કે — જે જીવનું સ્વરૂપ જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર જ છે. કેવો છે ચૈતન્યલોક? ‘‘शाश्वतः’’ અવિનાશી છે. વળી કેવો છે? ‘‘एककः’’ એક વસ્તુ છે. વળી કેવો છે? ‘‘सकलव्यक्तः’’ (सकल) ત્રણે કાળે (व्यक्तः) પ્રગટ છે. કોને પ્રગટ છે? ‘‘विविक्तात्मनः’’ (विविक्त) ભિન્ન છે (आत्मनः) આત્મસ્વરૂપ જેને એવો છે જે ભેદજ્ઞાની પુરુષ, તેને. ૨૩ – ૧૫૫.
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः ।
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२४-१५६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः स्वयं सततं सदा ज्ञानं विन्दति’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (स्वयं) પોતાની મેળે (सततं) નિરંતરપણે (सदा) ત્રણે કાળે (ज्ञानं) જ્ઞાનને અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપને (विन्दति) અનુભવે છે – આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? ‘‘सहजं’’ સ્વભાવથી જ ઉત્પન્ન છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘निःशंकः’’ સાત ભયથી મુક્ત છે. ‘‘ज्ञानिनः तद्भीः कुतः’’ (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિ જીવને (तद्भीः) વેદનાનો ભય (कुतः) ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો; કારણ કે ‘‘सदा अनाकुलैः’’સર્વદા ભેદજ્ઞાને બિરાજમાન છે જે પુરુષો, તે પુરુષો ‘‘स्वयं वेद्यते’’ સ્વયં એવો અનુભવ કરે છે કે ‘‘यत् अचलं ज्ञानं एषा एका एव वेदना’’ (यत्) જે કારણથી (अचलं ज्ञानं) શાશ્વત છે જે જ્ઞાન (एषा) એ જ (एका वेदना) જીવને એક વેદના છે (एव) નિશ્ચયથી; ‘‘अन्यागतवेदना एव न भवेत्’’ (अन्या) આને છોડીને જે અન્ય (आगतवेदना एव) કર્મના ઉદયથી થઈ છે સુખરૂપ અથવા દુઃખરૂપ વેદના તે, (न भवेत्) જીવને છે જ નહિ. જ્ઞાન કેવું છે? ‘‘एकं’’ શાશ્વત છે — એકરૂપ છે. શા કારણે એકરૂપ છે? ‘‘निर्भेदोदितवेद्यवेदकबलात्’’ (निर्भेदोदित) અભેદપણાથી (वेद्यवेदक) જે વેદે છે તે જ વેદાય છે એવું જે (बलात्) સામર્થ્ય, તેના કારણે. ભાવાર્થ આમ છે કે — જીવનું