Samaysar Kalash Tika (Gujarati). Jinjini Vani.

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 291

 

જિનજીની વાણી
[રાગ-આશાભર્યા અમે આવિયા]
સીમંધર મુખથી ફૂલડાં ખરે,
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે.
વાણી ભલી, મન લાગે રળી,
જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે.
ગૂંથ્યું નિયમસાર, ગૂંથ્યું રયણસાર,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો,
જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ,
વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હૈડે હજો, મારા ભાવે હજો,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા,
વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હિંમતલાલ જેઠાલાલ શાહ