Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 291

 

( ૧૫ )

તેઓશ્રીએ પોતાનો કીમતી સમય આપી અથાક પરિશ્રમ લઈને અતિ પ્રસન્નતાપૂર્વક આ આખું ભાષાન્તર પાસે બેસીને બરાબર ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, અનેક સ્થળોએ આવશ્યક સુધારો-વધારો કરાવ્યો છે, આખરી પ્રૂફસંશોધન કરી આપ્યું છે તથા આ ઉપોદ્ઘાત પણ તપાસીને યોગ્ય સુધારો-વધારો કરાવ્યો છે. ખરેખર તેઓશ્રીના સહૃદય સહયોગથી જ આ ભાષાન્તર મુદ્રણયોગ્ય બન્યું છે; માટે તેઓશ્રીના કીમતી સહયોગને દ્રષ્ટિ સમક્ષ રાખીને તેમનો સાદર અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

આ ભાષાન્તર દિગંબર જૈન સમાજના પ્રસિદ્ધ વિદ્વાન શ્રીમાન્ પં. ફૂલચંદજી સિદ્ધાન્તશાસ્ત્રી, વારાણસીવાળાના આધુનિક હિન્દી અનુવાદના આધારે કરવામાં આવ્યું છે, તેથી તેમના અનુવાદનો ઉપયોગ કરવા બદલ તેમનો પણ સાદર આભાર માનું છું.

અંતમાં, આ અનુવાદ મારફત આ સમયસાર-કલશ ગ્રંથનો આપણે સૌ અધ્યાત્મ- તત્ત્વપ્રેમી મુમુક્ષુ વર્ગ સ્વાનુભવની પ્રાપ્તિ માટે આત્મલક્ષી અભ્યાસ કરીને શ્રી પદ્મનંદી મુનિરાજના નિમ્ન શ્લોક અનુસાર પરમ દશાનાં ભાજન બનીએ એવી મંગળ ભાવના સહિત આ ઉપોદ્ઘાત પૂર્ણ કરું છુંઃ

तत्प्रति प्रीतिचित्तेन येन वार्ताऽपि हि श्रुता
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।२३।।
(પદ્મનંદિપંચવિંશતિકાએકત્વ અધિકાર)

અર્થઃજે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. શ્રીકુંદકુંદ-આચાર્યપદારોહણ-પર્વ (માગશર વદ આઠમ), વિ. સં. ૨૦૨૩અનુવાદ

બ્ર. ચંદુલાલ ખી. ઝોબાળિયા.