Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 291

 

( ૧૪ )

આ ગુજરાતી ભાષાન્તર આધુનિક હિન્દી અનુવાદના આધારે પ્રાયઃ શબ્દશઃ કરવામાં આવ્યું છે; પરંતુ કેટલેક સ્થળે વાચકોને પૂર્વાપર સંબંધ સમજવો સુગમ પડે તે હેતુથી કોઇ એકાદ શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો છે; જેમ કે ૨૦મા કલશની ટીકામાં (પૃષ્ઠ ૨૧, પંક્તિ ૨) ‘‘(आत्मज्योतिः) चैतन्यप्रकाशको’’ એનું ભાષાન્તર ‘‘(आत्मज्योतिः) આત્મજ્યોતિને અર્થાત્ ચૈતન્યપ્રકાશને’’એમ કરવામાં આવ્યું છે. વળી, કોઇક સ્થળે એક સળંગ વાક્યની વચ્ચે પંડિતજીએ વિવરણ કે ભાવાર્થ લખ્યાં હોય છે; ત્યાં વાક્યની સળંગસૂત્રતા જાળવવા માટે આ ગુજરાતી ભાષાન્તરમાં તે વિવરણ કે ભાવાર્થ [ ] આવા કૌંસમાં મૂકવામાં આવ્યાં છે (દા. ત. જુઓ પૃષ્ઠ ૫, પંક્તિ ૧૬ અને પૃષ્ઠ ૫૫, પંક્તિ ૯); તે સિવાય ત્યાં ભાષાન્તરમાં કાંઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાષાન્તરમાં સર્વત્ર લેશ પણ આશયફેર ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે.

અધ્યાત્મદ્રષ્ટિ તથા સ્વાનુભવસંપત્તિથી જેઓ સમૃદ્ધ છે, વીતરાગમાર્ગપ્રકાશનનો જેમને અદ્ભુત યોગ છે, જેમનો આ પામર ઉપર અનંત અનંત ઉપકાર છે, જેમનાં પવિત્ર જીવન તથા ચરણોની આનંદદાયી ઉપાસનાથી આ પામરને નિજ કલ્યાણ કરવાની ખટક જાગૃત થઇ તથા જેમના પુનીત પ્રતાપે તેઓશ્રીના શ્રીમુખથી સમયસાર આદિ અધ્યાત્મશાસ્ત્રોના કલ્યાણકારી શ્રવણનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું, એવા પરમ કૃપાળુ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની મધુરી પવિત્ર છત્રછાયામાં રહીને આ ગુજરાતી અનુવાદનું સંપાદનકાર્ય થયું છે. તેથી આ પ્રસંગે પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે ઉપકારવશતાની હૃદયગત ભાવનાને વ્યક્ત કરી, તેમનાં પાવન ચરણારવિંદમાં અત્યંત ભક્તિભાવે વંદન કરું છું. આ અનુવાદમાં જે કાંઇ સારું હોય તે પૂજ્ય ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થયેલું છે, અને જે કાંઇ ક્ષતિ રહી ગઇ હોય તે મારી અલ્પતાના કારણે છે, જે માટે મુમુક્ષુઓ મને ક્ષમા આપશે એમ ઇચ્છું છું.

આ ઉપરાંત, પરમ પૂજ્ય પ્રશમમૂર્તિ ભગવતી બહેનશ્રી ચંપાબેન કે જેમનો પૂજ્ય ગુરુદેવનિમિત્તક વીતરાગજિનશાસન-પ્રભાવનામાં અદ્ભુત સહયોગ છે અને જેમનો, અધ્યાત્મશાસ્ત્ર સંબંધી અનેક વિષયો સમજાવવાનો તથા વીતરાગ દેવ-ગુરુ પ્રત્યે ભક્તિપ્રેરણાનો અને અન્ય પણ, મારા ઉપર અનેકવિધ અપાર ઉપકાર છે, તેમનાં પાવનકારી ચરણોમાં પણ આ પ્રસંગે શ્રદ્ધાંજલિપૂર્વક ઉપકારવશતાની અંતરની ઊર્મિઓ વ્યક્ત કરું છું.

અધ્યાત્મતત્ત્વરુચિવાન , ઊંડા આદર્શ આત્માર્થી, વૈરાગ્યશાળી, વિદ્વાનબંધુ, પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહનો આ ભાષાન્તર-કાર્યમાં પૂરેપૂરો સહયોગ છે;