વળી, નાટક સમયસારના અંતમાં પં. બનારસીદાસજી લખે છે કે –
પોતાની મંડળીના એક સદસ્ય શ્રી માનસિંહજીના આ ગ્રંથ સંબંધી ભાવો વ્યક્ત કરતાં પં. બનારસીદાસજી નાટક સમયસારમાં છેલ્લે લખે છે કે —
આ પ્રમાણે પાંડે રાજમલજી અને તેમના આ અધ્યાત્મરસભરપૂર ટીકાગ્રંથ વિષે પં. બનારસીદાસજીના ઉદ્ગાર છે. જેમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પ્રવચનબંસરીનો મુખ્ય સૂર સમ્યગ્દર્શન તથા સ્વાત્માનુભવનો અચિંત્ય અદ્ભૂત મહિમા છે તેમ આ ટીકાનું પણ પ્રધાન કાર્ય સમયસાર-કલશમાં અંતર્ગર્ભિત સમ્યગ્દર્શન તથા સ્વાત્માનુભવનું માહાત્મ્ય સ્પષ્ટપણે હૃદયંગમ કરાવવાનું છે. સમયસાર-કલશમાં સમાયેલાં આધ્યાત્મિક ગૂઢ તત્ત્વો સામાન્ય બુદ્ધિના જીવોને પણ સુગમતાથી સમજાય તે રીતે સ્પષ્ટપણે વ્યક્ત કરીને પંડિત રાજમલજીએ અધ્યાત્મતત્ત્વના જિજ્ઞાસુઓ પર ખરેખર ઉપકાર કર્યો છે.
સમયસાર-કલશના અધ્યાત્મભાવોનાં રહસ્યને ખોલનારી આ ટીકા જો, ચાલુ દેશભાષામાં તેનો અનુવાદ થઇને, પ્રકાશિત થાય તો ઘણા જીવોને તે આધ્યાત્મિક ભાવો સુગમપણે સમજવાનો સુયોગ બને; — આવો કરુણાશીલ ઉપકારી ભાવ પૂજ્ય ગુરુદેવશ્રીને ઉદ્ભવવાથી તેનો અનુવાદ ચાલુ હિંદી ભાષામાં થયો અને છેવટે તેનું ગુજરાતીમાં આ ભાષાન્તર થયું.
આ રીતે આ ગ્રંથ મુમુક્ષુ ભવ્ય જીવોના હાથમાં આવવાનો સુઅવસર પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની અસીમ કૃપાનું સુખદ ફળ છે.