તો અનુભવ ક્યાં છે? ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતાં થકાં અનુભવ છે.’’
વળી, સમ્યગ્દ્રષ્ટિ જીવ અને મિથ્યાદ્રષ્ટિ જીવની ક્રિયા એકસરખી હોવા છતાં બંનેના દ્રવ્યનો જે પરિણનભેદ હોય છે તે પંડિતજીએ સુંદર રીતે સમજાવેલ છે. જેમ કે — ૬૭મા કલશના ‘‘तु ते सर्वे अपि अज्ञानिनः अज्ञाननिर्वृत्ताः भवन्ति એ ખંડના ભાવાર્થમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ‘‘સમ્યગ્દ્રષ્ટિ જીવની અને મિથ્યાદ્રષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયા સંબંધી વિષય-કષાય પણ એકસરખા છે, પરંતુ દ્રવ્યનો પરિણમનભેદ છે. વિવરણ — સમ્યગ્દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રત-ક્રિયારૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ, માન, માયા, લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમ કે જે કોઇ પરિણામ છે તે સંવર-નિર્જરાનું કારણ છે; — એવો જ કોઇ દ્રવ્યપરિણમનનો વિશેષ છે. મિથ્યાદ્રષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઇ મિથ્યાદ્રષ્ટિના પરિણામ તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્રસિદ્ધાન્તના પાઠરૂપ છે અથવા વ્રત-તપશ્ચરણરૂપ છે અથવા ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, — આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમ કે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી; — દ્રવ્યનો એવો જ પરિણમનવિશેષ છે.’’
આ પ્રમાણે ટીકાકાર પં. રાજમલજીએ સમયસાર-કલશમાં અંતર્ગર્ભિત અધ્યાત્મતત્ત્વના પરમ કલ્યાણકારી વિવિધ ભાવોને અને તેના મર્મને સચોટપણે, સરળ ભાષામાં, વિશદતાપૂર્વક અને જોરદાર શૈલીથી આ ટીકામાં ખુલ્લા કર્યા છે.
ટીકાકારની આ કૃતિ એટલી મનોહર છે કે અધ્યાત્મરસિક કવિવર પંડિત બનારસીદાસજી ઉપર તેની સુંદર છાપ પડી હતી. તેના આધારે પં. બનારસીદાસજીએ ‘નાટક સમયસાર’ નામની હિંદી પદબદ્ધ રચના કરી છે. નાટક સમયસારમાં પાંડે રાજમલજી તથા તેમના દ્વારા રચાયેલી આ ટીકાના સંબંધમાં પં. બનારસીદાસજી લખે કે —
ઉપરોક્ત આ પદમાં પં. બનારસીદાસજીએ પાંડે રાજમલજી અને તેમની આ બાલાવબોધ ટીકાના સંબંધમાં જે કાંઈ કહેવું હતું તે સંક્ષેપમાં બધું કહી દીધું છે. તેમણે ‘નાટક સમયસાર’ની હિન્દી ભાષામાં છંદબદ્ધ રચના આ ટીકાના આધારે કરી છે એવો ભાવ વ્યક્ત કરતાં તેઓશ્રી લખે છે કે —