Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 291

 

( ૧૧ )

કે, ‘‘હિંસા, અનૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, મહા પરિષહોનું સહવું, તેના ઘણા બોજા વડે ઘણા કાળ પર્યંત મરીને ચૂરો થતા થકા ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો નથી.’’ પંડિતજી સ્વરૂપાચરણલક્ષણ ચારિત્રનું સ્પષ્ટ વિવરણ ૧૦૬ મા કલશની ટીકામાં વિસ્તારથી આ પ્રમાણે કરે છે‘‘શુદ્ધ વસ્તુમાત્ર, તેની સ્વરૂપનિષ્પત્તિ તેનાથી જે સ્વરૂપાચરણચારિત્ર તે જ, તે જ મોક્ષમાર્ગ છે; આ વાતમાં સંદેહ નથી. ભાવાર્થ આમ છે કે, કોઇ જાણશે કે સ્વરૂપાચરણચારિત્ર એવું કહેવાય છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારે અથવા ચિંતવે અથવા એકાગ્રપણે મગ્ન થઇને અનુભવે. પણ એવું તો નથી, એમ કરતાં બંધ થાય છે, કેમ કે એવું તો સ્વરૂપાચરણચારિત્ર નથી. તો સ્વરૂપાચરણચારિત્ર કેવું છે? જેમ પાનું (સુવર્ણપત્ર) તપાવવાથી સુવર્ણમાંની કાલિમા જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ જીવદ્રવ્યને અનાદિથી અશુદ્ધચેતનારૂપ રાગાદિ પરિણમન હતું તે જાય છે, શુદ્ધસ્વરૂપમાત્ર શુદ્ધચેતનારૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તેનું નામ સ્વરૂપાચરણચારિત્ર કહેવાય છે; આવો મોક્ષમાર્ગ છે. ....આવું છે જે શુદ્ધચેતનાપરિણમનરૂપ સ્વરૂપાચરણચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજસ્વરૂપ છે, શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી એક જીવદ્રવ્યસ્વરૂપ છે. ....આવું શુદ્ધપણું મોક્ષનું કારણ છે, એના વિના જે કાંઇ ક્રિયારૂપ છે તે બધું બંધનું કારણ છે.’’ તથા ૧૬મા કલશની ટીકામાં ચારિત્રની ટૂંકી વ્યાખ્યા કરતાં ‘‘શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે’’ અને ૧૯મા કલશની ટીકામાં ચારિત્રને ‘‘શુદ્ધસ્વરૂપનું આચરણ’’-એમ કહ્યું છે.

વળી, ચોથા ગુણસ્થાને માત્ર શ્રદ્ધા જ હોય છે, આત્માનુભવ જેવું કાંઈ હોતું નથી એમ ઘણા જીવો માને છે, તેમનો આ ભ્રમ પંડિતજી અનેક સ્થળે અનુભવનું સ્વરૂપ સ્પષ્ટપણે વર્ણવીને દૂર કરે છે. જેમ કે૯મા કલશના ‘‘अस्मिन् धाम्नि अनुभवमुपयाते द्वैतमेव न भाति’’ એ ખંડના ભાવાર્થમાં તેઓશ્રી કહે છે કે, ‘‘અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે વેદ્યવેદકભાવપણે આસ્વાદરૂપ છે; તે અનુભવ પરસહાયથી નિરપેક્ષપણે છે. આવો અનુભવ જોકે જ્ઞાનવિશેષ છે તોપણ સમ્યક્ત્વની સાથે અવિનાભૂત છે, કેમ કે તે સમ્યગ્દ્રષ્ટિને હોય છે, મિથ્યાદ્રષ્ટિને નથી હોતો એવો નિશ્ચય છે. આવો અનુભવ થતાં જીવવસ્તુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વાદે છે. તેથી જેટલા કાળ સુધી અનુભવ છે તેટલા કાળ સુધી વચનવ્યવહાર સહજ જ અટકી જાય છે, કેમ કે વચનવ્યવહાર તો પરોક્ષપણે કથક છે. આ જીવ તો પ્રત્યક્ષપણે અનુભવશીલ છે, તેથી (અનુભવકાળમાં) વચનવ્યવહાર પર્યન્ત કાંઇ રહ્યું નહિ.’’ તથા ૧૯મા કલશના ‘‘मेचकामेचकत्वयोः आत्मनः चिन्तया एव अलं’’ એ ખંડના ભાવાર્થમાં પંડિતજી અનુભવનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, ‘‘અહીં કોઇ પ્રશ્ન કરે છે કે વિચારતાં થકાં તો અનુભવ નથી,