કલશમાં ‘‘इमाम् नवतत्त्वसन्ततिम् मुक्त्वा’’ એ ખંડનો ભાવાર્થ ભરતાં તેઓશ્રી કહે છે કે, ‘‘સંસાર-અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે’’ અને તે જ કલશમાં ‘‘यदस्यात्मनः इह द्रव्यान्तरेभ्यः पृथक् दर्शनम् नियमात् एतदेव सम्यग्दर्शनम्’’ એ ખંડનો અર્થ કરતાં તેમણે કહ્યું છે કે, ‘‘કારણ કે આ જ જીવદ્રવ્ય સકળ કર્મોપાધિથી રહિત જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે તેનો અનુભવ, તે જ નિશ્ચયથી સમ્યગ્દર્શન છે.’’
સમ્યગ્દર્શનની માફક સમ્યગ્જ્ઞાન વિષેની વિપરીત માન્યતાઓ પણ તેમણે જોરદાર શૈલીથી દ્રઢતાપૂર્વક દૂર કરી છે. કોઈ જિજ્ઞાસુ જીવ છ દ્રવ્ય, નવ પદાર્થ આદિના કે જૈન શાસ્ત્રોના કેવળ વિકલ્પપૂર્વક જાણપણાને સમ્યગ્જ્ઞાન માની લે એવો અવકાશ તેમણે રહેવા દીધો નથી. સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ બતાવતાં પંડિતજીએ અનેક સ્થળે સ્વાનુભવપ્રધાન જ્ઞાનને જ સમ્યગ્જ્ઞાન કહ્યું છે. જેમ કે — ૧૩મા કલશના ‘‘किल इयम् एव ज्ञानानुभूतिः इति बुद्धवा’’ એ ખંડના અર્થમાં તથા ભાવાર્થમાં તેમણે તેના હાર્દનું ઉદ્ઘાટન કરતાં લખ્યું છે કે, ‘‘નિશ્ચયથી આ જે અનુભૂતિ કહી તે જ જ્ઞાનાનુભૂતિ છે એટલીમાત્ર જાણીને. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય; નામભેદ છે, વસ્તુભેદ નથી. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષમાર્ગ છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક ( – બંધન) નથી.’’ વળી, ૧૧૦ મા કળશના
શુદ્ધત્વરૂપ પરિણમન’’ એમ કર્યો છે. એ રીતે તેમણે ભારપૂર્વક દ્રઢ કર્યું છે કે જેને નિરાકુળતાલક્ષણ સ્વાત્માનંદરૂપે પરિણત સ્વાનુભૂતિ થઈ હોય તેને જ સત્યાર્થ સમ્યગ્જ્ઞાન હોઈ શકે; તે સિવાયનું બીજું કેવળ પરલક્ષી વિકલ્પવાળું શાસ્ત્રજ્ઞાન તે સમ્યગ્જ્ઞાન નથી.
વળી, સામાન્યપણે જીવો શુભોપયોગને જ ચારિત્ર માને છે અને શુદ્ધ પરિણતિરૂપ ચારિત્રનો તેમને કાંઈ જ ખ્યાલ હોતો નથી. એવા જીવોનું અજ્ઞાન દૂર કરવા માટે મિથ્યા ચારિત્ર અને સમ્યક્ ચારિત્ર વિષેનું સ્પષ્ટ વિવરણ આ ટીકામાં અનેક સ્થળે મળી રહે છે. જેમ કે — ૧૪૨મા કલશના ‘‘कर्मभिः क्लिश्यन्तां’’ એ ખંડનો અર્થ કરતાં પંડિતજી લખે છે કે, ‘‘વિશુદ્ધ શુભોપયોગરૂપ પરિણામ, જૈનોક્ત સૂત્રોનું અધ્યયન, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઈત્યાદિ છે જે અનેક ક્રિયાભેદ તે વડે બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે.’’ તથા તે જ કલશના ‘‘महाव्रततपोभारेण चिरं भग्नाः क्लिश्यन्तां’’ એ ખંડના અર્થમાં કહે છે