કહાનજૈનશાસ્ત્રમાળા ]
હું દેવ, હું મનુષ્ય’ ઇત્યાદિ છે જે મિથ્યાત્વરૂપ અસંખ્યાત લોકમાત્ર પરિણામ (अखिलं एव त्याज्यं) તે સમસ્ત પરિણામ હેય છે. કેવા છે પરિણામ? ‘‘जिनैः उक्तं’’ પરમેશ્વર કેવળજ્ઞાને બિરાજમાન, તેમણે એવા કહ્યા છે. ‘‘तत्’’ મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને ‘‘मन्ये’’ હું એમ માનું છું કે ‘‘निखिलः अपि व्यवहारः त्याजितः एव’’ (निखिलः अपि) જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ (व्यवहारः) વ્યવહાર અર્થાત્ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરિત જેટલા મન-વચન-કાયના વિકલ્પો તે બધા (त्याजितः) સર્વ પ્રકારે છૂટ્યા છે. ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો, કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. કેવો છે વ્યવહાર? ‘‘अन्याश्रयः’’ (अन्य) વિપરીતપણું તે જ છે (आश्रयः) અવલંબન જેનું, એવો છે. ૧૧ – ૧૭૩.
स्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः ।
मिति प्रणुन्नाः पुनरेवमाहुः ।।१२-१७४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘पुनः एवम् आहुः’’ (पुनः) શુદ્ધ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કર્યું તોપણ ફરીને (एवम् आहुः) એમ કહે છે ગ્રંથના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. કેવા છે? ‘‘इति प्रणुन्नाः’’ જેમને આવો પ્રશ્ર્ન નમ્ર થઈને પૂછવામાં આવ્યો છે. કેવો પ્રશ્ર્ન? ‘‘ते रागादयः बन्धनिदानम् उक्ताः’’ અહો સ્વામિન્! (ते रागादयः) અશુદ્ધ ચેતનારૂપ છે રાગ-દ્વેષ-મોહ ઇત્યાદિ અસંખ્યાત લોકમાત્ર વિભાવપરિણામ તે, (बन्धनिदानम् उक्ताः) જ્ઞાનાવરણાદિ કર્મબંધનાં કારણ છે એવું કહ્યું, સાંભળ્યું, જાણ્યું, માન્યું. કેવા છે તે ભાવ? ‘‘शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः’’ (शुद्धचिन्मात्र) શુદ્ધ જ્ઞાન- ચેતનામાત્ર છે જે (महः) જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી (अतिरिक्ताः) બહાર છે. હવે એક પ્રશ્ર્ન હું કરું છું કે ‘‘तन्निमित्तम् आत्मा वा परः’’ (तन्निमित्तम्) તે રાગ-દ્વેષ- મોહરૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે? (आत्मा) જીવદ્રવ્ય કારણ છે (वा) કે