૧૬૨
इह एष अध्यवसायः नास्ति’’ (येषां) જેમને (इह) સૂક્ષ્મરૂપ કે સ્થૂલરૂપ (एषः अध्यवसायः) ‘આને મારું, આને જિવાડું’ એવો મિથ્યાત્વરૂપ પરિણામ (नास्ति) નથી. કેવો છે પરિણામ? ‘‘मोहैककन्दः’’ (मोह) મિથ્યાત્વનું (एककन्दः) મૂળ કારણ છે. ‘‘यत्प्रभावात्’’ જે મિથ્યાત્વપરિણામના કારણે ‘‘आत्मा आत्मानम् विश्वम् विदधाति’’ (आत्मा) જીવદ્રવ્ય (आत्मानम्) પોતાને (विश्वम्) ‘હું દેવ, હું મનુષ્ય, હું ક્રોધી, હું માની, હું સુખી, હું દુઃખી’ ઇત્યાદિ નાનારૂપ (विदधाति) અનુભવે છે. કેવો છે આત્મા? ‘‘विश्वात् विभक्तः अपि’’ જોકે કર્મના ઉદયથી થયેલા સમસ્ત પર્યાયોથી ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ પર્યાયમાં રત છે, તેથી પર્યાયને પોતારૂપ અનુભવે છે. આવો મિથ્યાત્વભાવ છૂટતાં જ્ઞાની પણ સાચો, આચરણ પણ સાચું. ૧૦ – ૧૭૨.
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः ।
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम् ।।११-१७३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अमी सन्तः निजे महिम्नि धृतिम् किं न बध्नन्ति’’ (अमी सन्तः) સમ્યગ્દ્રષ્ટિ જીવરાશિ (निजे महिम्नि) નિજ મહિમામાં અર્થાત્ પોતાના શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપમાં (धृतिम्) સ્થિરતારૂપ સુખને (किं न बध्नन्ति) કેમ ન કરે? અર્થાત્ સર્વથા કરે. કેવો છે નિજ મહિમા? ‘‘शुद्धज्ञानघने’’ (शुद्ध) રાગાદિ રહિત એવા (ज्ञान) ચેતનાગુણનો (घने) સમૂહ છે. શું કરીને? ‘‘तत् सम्यक् निश्चयं आक्रम्य’’ (तत्) તે કારણથી (सम्यक् निश्चयम्) સમ્યક્ નિશ્ચયને અર્થાત્ નિર્વિકલ્પ વસ્તુમાત્રને (आक्रम्य) જેવી છે તેવી અનુભવગોચર કરીને. કેવો છે નિશ્ચય? ‘‘एकम् एव’’ (एकम्) નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે, (एव) નિશ્ચયથી. વળી કેવો છે? ‘‘निष्कम्पम्’’ સર્વ ઉપાધિથી રહિત છે. ‘‘यत् सर्वत्र अध्यवसानम् अखिलं एव त्याज्यं’’ (यत्) જે કારણથી (सर्वत्र अध्यवसानम्) ‘હું મારું, હું જિવાડું, હું દુઃખી કરું, હું સુખી કરું,