કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિણામ મિથ્યાત્વરૂપ છે. ‘‘यः एव अयम् अध्यवसायः’’ ‘આને મારું, આને જિવાડું’ એવો જે મિથ્યાત્વરૂપ પરિણામ તે જેને હોય છે ‘‘अस्य अज्ञानात्मा द्रश्यते’’ (अस्य) એવા જીવનું (अज्ञानात्मा) મિથ્યાત્વમય સ્વરૂપ (द्रश्यते) જોવામાં આવે છે. ૮ – ૧૭૦.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मा आत्मानं यत् न करोति तत् किञ्चन अपि न एव अस्ति’’ (आत्मा) મિથ્યાદ્રષ્ટિ જીવ (आत्मानं) પોતાને (यत् न करोति) જે-રૂપે આસ્વાદતો ન હોય (तत् किञ्चन) એવો પર્યાય, એવો વિકલ્પ (न एव अस्ति) ત્રૈલોક્યમાં છે જ નહીં. ભાવાર્થ આમ છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે.
જિવાડ્યો, આને મેં સુખી કર્યો, આને મેં દુઃખી કર્યો’ — એવા પરિણામથી ‘‘विमोहितः’’ ઘેલો થયો છે. કેવો છે પરિણામ? ‘‘निःफलेन’’ જૂઠો છે. ભાવાર્થ આમ છે કે યદ્યપિ મારવાનું કહે છે, જિવાડવાનું કહે છે, તથાપિ જીવોનું મરવું જીવવું પોતાનાં કર્મના ઉદયને હાથ છે, આના પરિણામોને આધીન નથી. આ પોતાના અજ્ઞાનપણાને લીધે અનેક જૂઠા વિકલ્પો કરે છે. ૯-૧૭૧.
दात्मानमात्मा विदधाति विश्वम् ।
नास्तीह येषां यतयस्त एव ।।१०-१७२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ते एव यतयः’’ તેઓ જ યતીશ્વર છે ‘‘येषां