૧૬૦
पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम् ।
मिथ्याद्रशो नियतमात्महनो भवन्ति ।।७-१६९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ये परात् परस्य मरणजीवितदुःखसौख्यम् पश्यन्ति’’ (ये) જે કોઈ અજ્ઞાની જીવરાશિ (परात्) અન્ય જીવથી (परस्य) અન્ય જીવનું (मरणजीवितदुःखसौख्यम्) મરવું, જીવવું, દુઃખ, સુખ (पश्यन्ति) માને છે; શું કરીને? ‘‘एतत् अज्ञानम् अधिगम्य’’ (एतत् अज्ञानम्) મિથ્યાત્વરૂપ અશુદ્ધ પરિણામને — આવા અશુદ્ધપણાને (अधिगम्य) પામીને; ‘‘ते नियतम् मिथ्याद्रशः भवन्ति’’ (ते) જે જીવરાશિ એવું માને છે તે (नियतम्) નિશ્ચયથી (मिथ्याद्रशः भवन्ति) સર્વ પ્રકારે મિથ્યાદ્રષ્ટિરાશિ છે. કેવા છે તે મિથ્યાદ્રષ્ટિ? ‘‘अहंकृतिरसेन कर्माणि चिकीर्षवः’’ (अहंकृति) ‘હું દેવ, હું મનુષ્ય, હું તિર્યંચ, હું નારક, હું દુઃખી, હું સુખી’ એવી કર્મજનિતપર્યાયમાં છે આત્મબુદ્ધિ, તે-રૂપ જે (रसेन) મગ્નપણું, તે વડે (कर्माणि) કર્મના ઉદયે જેટલી ક્રિયા થાય છે તેને (चिकीर्षवः) ‘હું કરું છું, મેં કર્યું છે, આમ કરીશ’ એમ અજ્ઞાનને લીધે માને છે. વળી કેવા છે? ‘‘आत्महनः’’ પોતાના ઘાતનશીલ છે. ૭-૧૬૯.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अस्य मिथ्याद्रष्टेः सः एव बन्धहेतुः भवति’’ (अस्य मिथ्याद्रष्टेः) આ મિથ્યાદ્રષ્ટિ જીવને, (सः एव) મિથ્યાત્વરૂપ છે જે એવો પરિણામ કે ‘આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો’ — એવો ભાવ (बन्धहेतुः भवति) જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. શા કારણથી? ‘‘विपर्ययात्’’ કારણ કે એવો