કહાનજૈનશાસ્ત્રમાળા ]
कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम् ।
कुर्यात्पुमान् मरणजीवितदुःखसौख्यम् ।।६-१६८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इह एतत् अज्ञानम्’’ (इह) મિથ્યાત્વપરિણામનું એક અંગ દેખાડે છેઃ (एतत् अज्ञानम्) આવો ભાવ મિથ્યાત્વમય છે — ‘‘तु यत् परः पुमान् परस्य मरणजीवितदुःखसौख्यम् कुर्यात्’’ (तु) તે કેવો ભાવ? (यत्) તે ભાવ એવો કે (परः पुमान्) કોઈ પુરુષ (परस्य) અન્ય પુરુષનાં (मरणजीवितदुःखसौख्यम्) મરણ- પ્રાણઘાત, જીવિત-પ્રાણરક્ષા, દુઃખ-અનિષ્ટસંયોગ, સૌખ્ય-ઇષ્ટપ્રાપ્તિ એવાં કાર્યને (कुर्यात्) કરે છે. ભાવાર્થ આમ છે કે અજ્ઞાની મનુષ્યોમાં એવી કહેણી છે કે ‘આ જીવે આ જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો, આ જીવે આ જીવને દુઃખી કર્યો;’ — આવી કહેણી છે. ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને હોય તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે એમ નિઃસંદેહ જાણજો, સંશય કાંઈ નથી. શા માટે જાણવું કે મિથ્યાદ્રષ્ટિ છે? કારણ કે ‘‘मरणजीवितदुःखसौख्यम् सर्वं सदा एव नियतं स्वकीयकर्मोदयात् भवति’’ (मरण) પ્રાણઘાત, (जीवित) પ્રાણરક્ષા, (दुःखसौख्यम्) ઇષ્ટ-અનિષ્ટસંયોગ — આ જે (सर्वं) સર્વ જીવરાશિને હોય છે તે બધું (सदा एव) સર્વ કાળ (नियतं) નિશ્ચયથી, (स्वकीयकर्मोदयात् भवति) જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંક્લેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે આયુકર્મ અથવા શાતાકર્મ અથવા અશાતાકર્મ, તે કર્મના ઉદયથી તે જીવને મરણ અથવા જીવન અથવા દુઃખ અથવા સુખ થાય છે એવો નિશ્ચય છે; આ વાતમાં સંદેહ કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ કોઈ જીવને મારવા સમર્થ નથી, જિવાડવા સમર્થ નથી, સુખી-દુઃખી કરવા સમર્થ નથી. ૬-૧૬૮.