૧૫૮
किमु न हि विरुध्यते’’ (द्वयं) જ્ઞાતા પણ અને વાંછક પણ – એવી બે ક્રિયા (किमु न हि विरुध्यते) વિરુદ્ધ નથી શું? અર્થાત્ સર્વથા વિરુદ્ધ છે. ૪-૧૬૬.
जानात्ययं न खलु तत्किल कर्म रागः ।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यः जानाति सः न करोति’’ (यः) જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ (जानाति) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે (सः) તે સમ્યગ્દ્રષ્ટિ જીવ (न करोति) કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી; ‘‘तु यः करोति अयं न जानाति’’ (तु) અને (यः) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ (करोति) કર્મની વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે (अयं) તે મિથ્યાદ્રષ્ટિ જીવ (न जानाति) શુદ્ધસ્વરૂપ જીવને જાણતો નથી. ભાવાર્થ આમ છે કે — મિથ્યાદ્રષ્ટિ જીવને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી. ‘‘खलु’’ આમ વસ્તુનો નિશ્ચય છે. એમ કહ્યું કે મિથ્યાદ્રષ્ટિ કર્તા છે, ત્યાં ‘કરવું’ તે શું? ‘‘तत् कर्म किल रागः’’ (तत् कर्म) કર્મની ઉદયસામગ્રીનું ‘કરવું’ તે (किल) વાસ્તવમાં (रागः) કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું? પરંતુ એમ તો નથી, અભિલાષામાત્ર પૂરો મિથ્યાત્વપરિણામ છે એમ કહે છે — ‘‘तु रागं अबोधमयम् अध्यवसायम् आहुः’’ (तु) તે વસ્તુ એવી છે કે (रागं अबोधमयम् अध्यवसायम्) પરદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા તે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે એમ (आहुः) ગણધરદેવે કહ્યું છે. ‘‘सः नियतं मिथ्याद्रशः भवेत्’’ (सः) કર્મની સામગ્રીમાં રાગ (नियतं) અવશ્ય (मिथ्याद्रशः भवेत्) મિથ્યાદ્રષ્ટિ જીવને હોય છે, સમ્યગ્દ્રષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી. ‘‘सः च बन्धहेतुः’’ તે રાગપરિણામ કર્મબંધનું કારણ છે. તેથી ભાવાર્થ આમ છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મબંધ કરે છે, સમ્યગ્દ્રષ્ટિ જીવ કરતો નથી. ૫ – ૧૬૭.