કહાનજૈનશાસ્ત્રમાળા ]
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः ।
द्वयं न हि विरुद्धयते किमु करोति जानाति च ।।४ – १६६ ।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तथापि ज्ञानिनां निरर्गलं चरितुम् न इष्यते’’ (तथापि) જોકે કાર્મણવર્ગણા, મન-વચન-કાયયોગ, પાંચ ઇન્દ્રિયો તથા મન, જીવોનો ઘાત ઇત્યાદિ બ્રાહ્ય સામગ્રી કર્મબંધનું કારણ નથી, કર્મબંધનું કારણ રાગાદિ અશુદ્ધપણું છે, વસ્તુનું સ્વરૂપ એવું જ છે, તોપણ (ज्ञानिनां) શુદ્ધસ્વરૂપના અનુભવશીલ છે જે સમ્યગ્દ્રષ્ટિ જીવ તેમને (निरर्गलं चरितुम्) ‘પ્રમાદી થઇને વિષયભોગ સેવ્યા તો સેવ્યા જ, જીવોનો ઘાત થયો તો થયોજ, મન-વચન-કાય જેમ પ્રવર્તે તેમ પ્રવર્તો જ’ — એવી નિરંકુશ વૃત્તિ (न इष्यते) જાણી કરીને કરતાં કર્મનો બંધ નથી એવું તો ગણધરદેવ માનતા નથી. શા કારણથી નથી માનતા? કારણ કે ‘‘सा निरर्गला व्यापृतिः किल तदायतनम् एव’’ (सा) પૂર્વોક્ત (निरर्गला व्यापृतिः) બુદ્ધિપૂર્વક-જાણી કરીને અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ (किल) નિશ્ચયથી (तद्-आयतनम् एव) અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે, તેથી કર્મબંધનું કારણ છે. ભાવાર્થ આમ છે કે — આવી યુક્તિનો ભાવ મિથ્યાદ્રષ્ટિ જીવને હોય છે, તેથી મિથ્યાદ્રષ્ટિ કર્મબંધનો કર્તા પ્રગટ જ છે; કારણ કે ‘‘ज्ञानिनां तत् अकामकृत् कर्म अकारणं मतम्’’ (ज्ञानिनां) સમ્યગ્દ્રષ્ટિ જીવોને (तत्) જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું (अकामकृत् कर्म) અવાંછિત ક્રિયારૂપ છે તેથી (अकारणं मतम्) કર્મબંધનું કારણ નથી — એમ ગણધરદેવે માન્યું છે, અને એમ જ છે. કોઈ કહેશે કે — ‘‘करोति जानाति च’’ (करोति) કર્મના ઉદયે હોય છે જે ભોગસામગ્રી તે હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે એમ પણ છે (जानाति च) તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, સમસ્ત કર્મજનિત સામગ્રીને હેયરૂપ જાણે છે એમ પણ છે. આમ કોઈ કહે છે તે જૂઠો છે; કારણ કે ‘‘द्वयं