કહાનજૈનશાસ્ત્રમાળા ]
કરવાનો છે અભિપ્રાય જેનો, એવો છે. કેવી છે ભાવસંતતિ? ‘‘तन्मूलां’’ પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેનું એવી છે. શું કરીને? ‘‘किल बलात् तत् समग्रं परद्रव्यं इति आलोच्य विवेच्य’’ (किल) નિશ્ચયથી (बलात्) જ્ઞાનના બળથી (तत्) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ (समग्रं परद्रव्यं) એવી છે જેટલી પુદ્ગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ તેને, (इति आलोच्य) પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી, (विवेच्य) શુદ્ધ જ્ઞાનસ્વરૂપથી ભિન્ન કરી છે. ભાવાર્થ આમ છે કે — શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે, અન્ય સમસ્ત પરદ્રવ્ય હેય છે. ૧૬-૧૭૮.
कार्यं बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य ।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एतत् ज्ञानज्योतिः तद्वत् सन्नद्धम्’’ (एतत् ज्ञानज्योतिः) આ જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવસ્તુ (तद्वत् सन्नद्धम्) પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે ‘‘यद्वत् अस्य प्रसरम् अपरः कः अपि न आवृणोति’’ (यद्वत्) જેથી (अस्य प्रसरम्) શુદ્ધ જ્ઞાનના લોક-અલોકસંબંધી સકળ જ્ઞેયને જાણવાના પ્રસારને (अपरः कः अपि) અન્ય કોઈ બીજું દ્રવ્ય (न आवृणोति) રોકી શકતું નથી. ભાવાર્થ આમ છે કે — જીવનો સ્વભાવ કેવળજ્ઞાન- કેવળદર્શન છે, તે જ્ઞાનાવરણાદિ કર્મબંધ દ્વારા આચ્છાદિત છે; એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. આવું શુદ્ધ સ્વરૂપ જીવને ઉપાદેય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ? ‘‘क्षपिततिमिरं’’ (क्षपित) વિનાશ કર્યાં છે (तिमिरं) જ્ઞાનાવરણ-દર્શનાવરણકર્મ જેણે, એવી છે. વળી કેવી છે? ‘‘साधु’’ સર્વ ઉપદ્રવોથી રહિત છે. વળી કેવી છે? ‘‘कारणानां रागादीनाम् उदयं दारयत्’’ (कारणानां) કર્મબંધનાં કારણ એવા જે (रागादीनाम्) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ, તેમના (उदयं) પ્રગટપણાને (दारयत्) મૂળથી જ ઉખાડતી થકી. કેવી રીતે ઉખાડે છે?