૧૬૬
મિથ્યાદ્રષ્ટિ જીવ (इति) પૂર્વોક્ત પ્રકારે (वस्तुस्वभावं) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (स्वं) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને (न वेत्ति) આસ્વાદરૂપ અનુભવતો નથી, ‘‘तेन सः रागादीन् आत्मनः कुर्यात्’’ (तेन) તે કારણથી (सः) મિથ્યાદ્રષ્ટિ જીવ (रागादीन्) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો (आत्मनः) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ (कुर्यात्) અનુભવે છે, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. ‘‘अतः कारकः भवति’’ (अतः) આ કારણથી (कारकः) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (भवति) થાય છે. ભાવાર્થ આમ છે કે — મિથ્યાદ્રષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે, તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ કર્તા છે. ૧૫-૧૭૭.
इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात्
तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम् ।
आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फू र्जति ।।१६-१७८।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एषः आत्मा आत्मानं समुपैति येन आत्मनि स्फू र्जति’’ (एषः आत्मा) આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય તે (आत्मानं समुपैति) અનાદિ કાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો તોપણ આ અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો, (येन) જે સ્વરૂપની પ્રાપ્તિના કારણે (आत्मनि स्फू र्जति) પરદ્રવ્ય સાથે સંબંધ છૂટ્યો, પોતા સાથે સંબંધ રહ્યો. કેવો છે? ‘‘उन्मूलितबन्धः’’ (उन्मूलित) મૂળ સત્તાથી દૂર કર્યો છે (बन्धः) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ જેણે, એવો છે. વળી કેવો છે? ‘‘भगवान्’’ જ્ઞાનસ્વરૂપ છે. કેવી રીતે અનુભવે છે? ‘‘निर्भरवहत्पूर्णैकसंविद्युतं’’ (निर्भर) અનંત શક્તિના પુંજરૂપે (वहत्) નિરંતર પરિણમે છે એવું જે (पूर्ण) સ્વરસથી ભરેલું (एकसंवित्) વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે (युतं) મળેલું છે એવા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. વળી કેવો છે આત્મા? ‘‘इमाम् बहुभावसन्ततिम् समम् उद्धर्तुकामः’’ (इमाम्) કહ્યું છે સ્વરૂપ જેમનું એવા છે (बहुभाव) બહુભાવ અર્થાત્ રાગ-દ્વેષ-મોહ આદિ અનેક પ્રકારના અશુદ્ધ પરિણામ, તેમની (सन्ततिम्) સંતતિને અર્થાત્ પરંપરાને (समम्) એક જ કાળે (उद्धर्तृकामः) ઉખાડીને દૂર