नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम् ।
परं पूर्णं ज्ञानं कृतसकलकृत्यं विजयते ।।१-१८०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इदानीं पूर्णं ज्ञानं विजयते’’ (इदानीम्) અહીંથી શરૂ કરીને (पूर्णं ज्ञानं) શુદ્ધ જ્ઞાન અર્થાત્ સમસ્ત આવરણનો વિનાશ થતાં થાય છે જે શુદ્ધ વસ્તુનો પ્રકાશ તે (विजयते) આગામી અનંત કાળ પર્યંત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી. કેવું છે શુદ્ધ જ્ઞાન? ‘‘कृतसकलकृत्यं’’ (कृत) કર્યો છે (सकलकृत्यं) કરવાયોગ્ય સમસ્ત કર્મનો વિનાશ જેણે, એવું છે. વળી કેવું છે? ‘‘उन्मज्जत्सहजपरमानन्दसरसं’’ (उन्मज्जत्) અનાદિ કાળથી ગયું હતું તે પ્રગટ થયું છે એવું જે (सहजपरमानन्द) દ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતું અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ, તેનાથી (सरसं) સંયુક્ત છે. ભાવાર્થ આમ છે કે મોક્ષનું ફળ અતીન્દ્રિય સુખ છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે? ‘‘पुरुषम् साक्षात् मोक्षं नयत्’’ (पुरुषम्) જીવદ્રવ્યને (साक्षात् मोक्षं) સકળ કર્મનો વિનાશ થતાં શુદ્ધત્વ-અવસ્થાના પ્રગટપણારૂપ (नयत्) પરિણમાવતું થકું. ભાવાર્થ આમ છે કે અહીંથી આરંભ કરીને સકળકર્મક્ષયલક્ષણ મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. વળી કેવું છે? ‘‘परं’’ ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? ‘‘उपलम्भैकनियतम्’’ એક નિશ્ચયસ્વભાવને પ્રાપ્ત છે. શું કરતો થકો આત્મા મુક્ત થાય છે? ‘‘बन्धपुरुषौ द्विधाकृत्य’’ (बन्ध) દ્રવ્યકર્મ-