૧૭૦
ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિ અને (पुरुषौ) શુદ્ધ જીવદ્રવ્ય તેમની, (द्विधाकृत्य) ‘સર્વ બંધ હેય, શુદ્ધ જીવ ઉપાદેય’ એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને. આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે તે કહે છે — ‘‘प्रज्ञाक्रकचदलनात्’’ (प्रज्ञा) શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ — એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ, એવું જે (क्रकच) કરવત, તેના દ્વારા (दलनात्) નિરંતર અનુભવનો અભ્યાસ કરવાથી. ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુદ્ગલવસ્તુ કાષ્ઠ ઇત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુદ્ગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં ભિન્ન ભિન્ન થઈ જાય છે; તેથી ભેદજ્ઞાન ઉપાદેય છે. ૧-૧૮૦.
सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य ।
बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ।।२-१८१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે — જીવદ્રવ્ય તથા કર્મપર્યાયરૂપ પરિણત પુદ્ગલદ્રવ્યનો પિંડ, તે બંનેનો એકબંધપર્યાયરૂપ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે; ત્યાં એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે — અનંત ચતુષ્ટયરૂપ પરિણમે, તથા પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડે — જીવના પ્રદેશોથી સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય, જીવ-પુદ્ગલ બંને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ-રાગ-દ્વેષ ઇત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી જીવને શુદ્ધત્વરૂપ પરિણમન. તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોનો ક્ષય કરવાનું કારણ છે. એવું શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ, તે મોક્ષનું કારણ છે. તેનું