કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધસ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી; તેથી ઉપાયરૂપ છે. કેવા છે સમ્યગ્દ્રષ્ટિ જીવો? ‘‘सावधानैः’’ જીવનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ, તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગરૂક છે, પ્રમાદી નથી. કેવી છે પ્રજ્ઞાછીણી? ‘‘अभितः भिन्नभिन्नौ कुर्वती’’ (अभितः) સર્વથા પ્રકારે (भिन्नभिन्नौ कुर्वती) જીવને અને કર્મને જુદાં જુદાં કરે છે. જે રીતે ભિન્ન ભિન્ન કરે છે તે રીત કહે છે — ‘‘चैतन्यपूरे आत्मानं मग्नं कुर्वती अज्ञानभावे बन्धं नियमितं कुर्वती’’ (चैतन्य) સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ તેના (पूरे) ત્રિકાળગોચર પ્રવાહમાં (आत्मानं) જીવદ્રવ્યને (मग्नं कुर्वती) એકવસ્તુરૂપ – એમ સાધે છે; ભાવાર્થ આમ છે કે શુદ્ધચેતનામાત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવગોચર થાય છે; (अज्ञानभावे) રાગાદિપણામાં (नियमितं बन्धं कुर्वती) નિયમથી બંધનો સ્વભાવ છે – એમ સાધે છે. ભાવાર્થ આમ છે કે રાગાદિ અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવગોચર થાય છે. કેવું છે ચૈતન્યપૂર? ‘‘अन्तःस्थिरविशदलसद्धाम्नि’’ (अन्तः) સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ, (स्थिर) સર્વ કાળે શાશ્વત, (विशद) સર્વ કાળે શુદ્ધત્વરૂપ અને (लसत्) સર્વ કાળે પ્રત્યક્ષ એવો છે (धाम्नि) કેવળજ્ઞાન-કેવળદર્શન-તેજઃપુંજ જેનો, એવું છે. ૨-૧૮૧.
भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्भेत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम् । भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति ।।३-१८२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે તે જીવ આવા પરિણામસંસ્કારવાળો હોય છે. ‘‘अहम् शुद्धः चित् अस्मि एव’’ (अहम्) હું (शुद्धः चित् अस्मि) શુદ્ધ ચૈતન્યમાત્ર છું, (एव) નિશ્ચયથી એવો જ છું. ‘‘चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा’’ (चिन्मुद्रा) ચેતનાગુણ વડે (अङ्कित) ચિહ્નિત કરી દીધેલી એવી છે (निर्विभाग) ભેદથી રહિત (महिमा) મોટપ જેની, એવો છું.