૧૭૪
આવો અનુભવ જે રીતે થાય છે તે રીત કહે છે — ‘‘सर्वम् अपि भित्त्वा’’ (सर्वम्) જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું — (भित्त्वा) અનાદિ કાળથી પોતારૂપ જાણીને અનુભવતો હતો તેને પરદ્રવ્ય જાણીને — સ્વામિત્વ છોડી દીધું. કેવું છે પરદ્રવ્ય? ‘‘यत् तु भेत्तुम् शक्यते’’ (यत् तु) જે કર્મરૂપ પરદ્રવ્ય-વસ્તુ (भेत्तुं शक्यते) જીવથી ભિન્ન કરાવાને શક્ય છે એટલે કે દૂર કરી શકાય છે. શાથી? ‘‘स्वलक्षणबलात्’’ (स्वलक्षण) જીવનું લક્ષણ ચેતન, કર્મનું લક્ષણ અચેતન – એવો જે ભેદ તેની (बलात्) સહાયથી. કેવો છું હું? ‘‘यदि कारकाणि वा धर्माः वा गुणाः भिद्यन्ते भिद्यन्तां चिति भावे काचन भिदा न’’ (यदि) જો (कारकाणि) આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાં – એવા ભેદ (वा) અથવા (धर्माः) ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ભેદબુદ્ધિ અથવા (गुणाः) જ્ઞાનગુણ, દર્શનગુણ, સુખગુણ ઇત્યાદિ અનંત ગુણરૂપ ભેદબુદ્ધિ (भिद्यन्ते) — આવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થકા ઊપજે છે (तदा भिद्यन्तां) તો વચનમાત્ર ભેદ હો; પરંતુ (चिति भावे) ચૈતન્યસત્તામાં તો (काचन भिदा न) કોઈ ભેદ નથી, નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે. કેવો છે ચૈતન્યભાવ? ‘‘विभौ’’ પોતાના સ્વરૂપમાં વ્યાપનશીલ છે. વળી કેવો છે? ‘‘विशुद्धे’’ સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. ૩-૧૮૨.
दात्मा चान्तमुपैति तेन नियतं द्रग्ज्ञप्तिरूपास्तु चित् ।।४-१८३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तेन चित् नियतं द्रग्ज्ञप्तिरूपा अस्तु’’ (तेन) તે કારણથી (चित्) ચેતનામાત્ર સત્તા (नियतं) અવશ્ય (द्रग्ज्ञप्तिरूपा अस्तु) દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામ – સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો. ભાવાર્થ આમ છે કે એક સત્ત્વરૂપ ચેતના, તેનાં નામ બેઃ એક તો દર્શન એવું નામ, બીજું જ્ઞાન એવું નામ. એવા ભેદ હોય છે તો હો, વિરુદ્ધ તો કાંઈ નથી. એવા અર્થને