૧૮૦
प्रतिक्रमणम् विषं एव प्रणीतं’’ (यत्र) જેમાં (प्रतिक्रमणम्) પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો (विषं एव प्रणीतं) વિષ સમાન કહ્યા છે, ‘‘तत्र अप्रतिक्रमणम् सुधाकुटः एव स्यात्’’ (तत्र) તે નિર્વિકલ્પ અનુભવમાં (अप्रतिक्रमणम्) ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ (सुधाकुटः एव स्यात्) અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કે — નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે; નાના પ્રકારના વિકલ્પો આકુળતારૂપ છે, તેથી હેય છે. ૧૦-૧૮૯.
कषायभरगौरवादलसता प्रमादो यतः ।
मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात् ।।११-१९०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अलसः प्रमादकलितः शुद्धभावः कथं भवति’’ (अलसः) અનુભવમાં શિથિલ છે એવો જીવ, [વળી કેવો છે?] (प्रमादकलितः) નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે એવો જીવ, (शुद्धभावः कथं भवति) શુદ્ધોપયોગી ક્યાંથી હોય? અર્થાત્ નથી હોતો. ‘‘यतः अलसता प्रमादः कषायभरगौरवात्’’ (यतः) કારણ કે (अलसता) અનુભવમાં શિથિલતા (प्रमादः) નાના પ્રકારના વિકલ્પ છે. શા કારણથી થાય છે? (कषाय) રાગાદિ અશુદ્ધ પરિણતિના (भर) ઉદયના (गौरवात्) તીવ્રપણાથી થાય છે. ભાવાર્થ આમ છે કે — જે જીવ શિથિલ છે, વિકલ્પ કરે છે, તે જીવ શુદ્ધ નથી; કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે. ‘‘अतः मुनिः परमशुद्धतां व्रजति च अचिरात् मुच्यते’’ (अतः) આ કારણથી (मुनिः) મુનિ અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ જીવ (परमशुद्धतां व्रजति) શુદ્ધોપયોગપરિણતિરૂપ પરિણમે છે (च) એવો થતો થકો (अचिरात् मुच्यते) તે જ કાળે કર્મબંધથી મુક્ત થાય છે. કેવો છે મુનિ? ‘‘स्वभावे नियमितः भवन्’’ (स्वभावे) સ્વભાવમાં અર્થાત્ શુદ્ધ સ્વરૂપમાં (नियमितः भवन्) એકાગ્રપણે મગ્ન થતો થકો. કેવો છે સ્વભાવ? ‘‘स्वरसनिर्भरे’’ (स्वरस) ચેતનાગુણથી (निर्भरे) પરિપૂર્ણ છે. ૧૧-૧૯૦.