કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः ।
च्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ।।१२-१९१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सः मुच्यते’’ (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (मुच्यते) સકળ કર્મોનો ક્ષય કરી અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષને પ્રાપ્ત થાય છે. કેવો છે? ‘‘शुद्धः भवन्’’ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો. વળી કેવો છે? ‘‘स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा’’ (स्वज्योतिः) દ્રવ્યના સ્વભાવગુણરૂપ, (अच्छ) નિર્મળ, (उच्छलत्) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ એવો જે (चैतन्य) ચેતનાગુણ, તે-રૂપ જે (अमृत) અતીન્દ્રિય સુખ, તેના (पूर) પ્રવાહથી (पूर्ण) તન્મય છે (महिमा) માહાત્મ્ય જેનું, એવો છે. વળી કેવો છે? ‘‘नित्यम् उदितः’’ સર્વ કાળ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘नियतं सर्वापराधच्युतः’’ (नियतं) અવશ્ય (सर्वापराध) જેટલા સૂક્ષ્મ-સ્થૂલરૂપ રાગ-દ્વેષ-મોહપરિણામો, તેમનાથી (च्युतः) સર્વ પ્રકારે રહિત છે. શું કરતો થકો આવો થાય છે? ‘‘बन्धध्वंसम् उपेत्य’’ (बन्ध) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના બંધરૂપ પર્યાયની (ध्वंसम्) સત્તાના નાશરૂપ (उपेत्य) અવસ્થાને પામીને. વળી શું કરતો થકો આવો થાય છે? ‘‘तत् समग्रं परद्रव्यं स्वयं त्यक्त्वा’’ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મસામગ્રીનું મૂળથી મમત્વ સ્વયં છોડીને. કેવું છે પરદ્રવ્ય? ‘‘अशुद्धिविधायि’’ અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે. ‘‘किल’’ નિશ્ચયથી. ‘‘यः स्वद्रव्ये रतिम् एति’’ (यः) જે સમ્યગ્દ્રષ્ટિ જીવ (स्वद्रव्ये) શુદ્ધ ચૈતન્યમાં (रतिम् एति) રત થયો છે અર્થાત્ નિર્વિકલ્પ અનુભવથી ઊપજેલા સુખમાં મગ્નપણાને પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે સર્વ અશુદ્ધપણું મટતાં થાય છે શુદ્ધપણું, તેના સહારાનો છે શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ, એવો મોક્ષમાર્ગ છે. ૧૨-૧૯૧.