૧૮૨
न्नित्योद्योतस्फु टितसहजावस्थमेकान्तशुद्धम् ।
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ।।१३-१९२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एतत् पूर्णं ज्ञानं ज्वलितम्’’ (एतत्) એ પ્રમાણે જે કહ્યું છે તે, (पूर्णं ज्ञानं) સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં, જીવદ્રવ્ય જેવું હતું અનંત ગુણે બિરાજમાન, તેવુ (ज्वलितम्) પ્રગટ થયું. કેવું પ્રગટ થયું? ‘‘मोक्षम् कलयत्’’ (मोक्षम्) જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા, (कलयत्) તે અવસ્થારૂપ પરિણમતું થકું. કેવો છે મોક્ષ? ‘‘अक्षय्यम्’’ આગામી અનંત કાળ પર્યન્ત અવિનશ્વર છે, (अतुलं) ઉપમા રહિત છે. શા કારણથી પ્રગટ થયું? ‘‘बन्धच्छेदात्’’ (बन्ध) જ્ઞાનાવરણાદિ આઠ કર્મના (छेदात्) મૂળ સત્તાથી નાશ દ્વારા. કેવું છે શુદ્ધ જ્ઞાન (અર્થાત્ જીવદ્રવ્ય)? ‘‘नित्योद्योतस्फु टितसहजावस्थम्’’ (नित्योद्योत) શાશ્વત પ્રકાશથી (स्फु टित) પ્રગટ થયું છે (सहजावस्थम्) અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે. વળી કેવું છે? ‘‘एकान्तशुद्धम्’’ સર્વથા પ્રકારે શુદ્ધ છે. વળી કેવું છે? ‘‘अत्यन्तगम्भीरधीरं’’ (अत्यन्तगम्भीर) અનંત ગુણે બિરાજમાન એવું છે, (धीरं) સર્વ કાળ શાશ્વત છે. શા કારણથી? ‘‘एकाकारस्वरसभरतः’’ (एकाकार) એકરૂપ થયેલાં (स्वरस) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના (भरतः) અતિશયના કારણે. વળી કેવું છે? ‘‘स्वस्य अचले महिम्नि लीनं’’ (स्वस्य अचले महिम्नि) પોતાના નિષ્કમ્પ પ્રતાપમાં (लीनं) મગ્નરૂપ છે. ભાવાર્થ આમ છે કે — સકળકર્મક્ષયલક્ષણ મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે, અન્યત્ર ચતુર્ગતિમાં જીવ પરાધીન છે. મોક્ષનું સ્વરૂપ કહ્યું. ૧૩-૧૯૨.