दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः ।
ष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फू र्जति ज्ञानपुञ्जः ।।१-१९३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अयं ज्ञानपुञ्जः स्फू र्जति’’ (अयं) આ વિદ્યમાન (ज्ञानपुञ्जः) જ્ઞાનપુંજ અર્થાત્ શુદ્ધ જીવદ્રવ્ય (स्फू र्जति) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે. કેવો છે જ્ઞાનપુંજ? ‘‘टङ्कोत्कीर्णप्रकटमहिमा’’ (टङ्कोत्कीर्ण) સર્વ કાળ એકરૂપ એવો છે (प्रकट) સ્વાનુભવગોચર (महिमा) સ્વભાવ જેનો, એવો છે. વળી કેવો છે? ‘‘स्वरसविसरापूर्णपुण्याचलार्चिः’’ (स्वरस) શુદ્ધ જ્ઞાનચેતનાના (विसर) અનંત અંશભેદથી (आपूर्ण) સંપૂર્ણ એવું છે (पुण्य) નિરાવરણ જ્યોતિરૂપ (अचल) નિશ્ચળ (अर्चिः) પ્રકાશસ્વરૂપ જેનું, એવો છે. વળી કેવો છે? ‘‘शुद्धः शुद्धः’’ શુદ્ધ-શુદ્ધ છે, અર્થાત્ બે વાર શુદ્ધ કહેવાથી ઘણો જ વિશુદ્ધ છે. વળી કેવો છે? ‘‘बन्धमोक्षप्रक्लृप्तेः प्रतिपदम् दूरीभूतः’’ (बन्ध) બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મપિંડ સાથે સંબંધરૂપ એકક્ષેત્રાવગાહ અને (मोक्ष) મોક્ષ અર્થાત્ સકળ કર્મનો નાશ થતાં જીવના સ્વરૂપનું પ્રગટપણું, – એવા (प्रक्ऌप्तेः) જે બે વિકલ્પો, તેમનાથી (प्रतिपदम्) એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયપર્યાયરૂપે જ્યાં છે ત્યાં (दूरीभूतः) ઘણો જ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવદ્રવ્ય જ્યાં ત્યાં, દ્રવ્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ, બંધ એવા