૧૮૪
અને મુક્ત એવા વિકલ્પથી રહિત છે; દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થકું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજ) એવું છે? ‘‘अखिलान् कर्तृभोक्त्रादिभावान् सम्यक् प्रलयम् नीत्वा’’ (अखिलान्) ગણના કરતાં અનંત છે એવા જે (कर्तृ) ‘જીવ કર્તા છે’ એવો વિકલ્પ, (भोक्तृ) ‘જીવ ભોક્તા છે’ એવો વિકલ્પ, (आदिभावान्) ઇત્યાદિ અનંત ભેદ તેમનો (सम्यक्) મૂળથી (प्रलयम् नीत्वा) વિનાશ કરીને. આમ કહે છે. ૧-૧૯૩.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अस्य चितः कर्तृत्वं न स्वभावः’’ (अस्य चितः) ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો, (कर्तृत्वं) જ્ઞાનાવરણાદિ કર્મને કરે અથવા રાગાદિ પરિણામને કરે એવો (न स्वभावः) સહજનો ગુણ નથી; [દ્રષ્ટાન્ત કહે છે — ] ‘‘वेदयितृत्ववत्’’ જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી. ભાવાર્થ આમ છે કે — જો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી. ‘‘अयं कर्ता अज्ञानात् एव’’ (अयं) આ જ જીવ (कर्ता) રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી? (अज्ञानात् एव) કર્મજનિત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ, તેના કારણે જીવ કર્તા છે. ભાવાર્થ આમ છે કે — જીવવસ્તુ રાગાદિ વિભાવપરિણામની કર્તા છે એવો જીવનો સ્વભાવગુણ નથી, પરંતુ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ છે. ‘‘तदभावात् अकारकः’’ (तदभावात्) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવપરિણતિ મટે છે, તે મટતાં (अकारकः) જીવ સર્વથા અકર્તા થાય છે. ૨-૧૯૪.
अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फु रच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः ।
तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फु रति महिमा कोऽपि गहनः ।।३-१९५।।