કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अयं जीवः अकर्ता इति स्वरसतः स्थितः’’ (अयं जीवः) વિદ્યમાન છે જે ચૈતન્યદ્રવ્ય તે (अकर्ता) જ્ઞાનાવરણાદિનું અથવા રાગાદિ અશુદ્ધ પરિણામનું કર્તા નથી (इति) એવું સહજ (स्वरसतः स्थितः) સ્વભાવથી અનાદિનિધન એમ જ છે. કેવું છે? ‘‘विशुद्धः’’ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યકર્મ-ભાવ- કર્મ-નોકર્મથી ભિન્ન છે. ‘‘स्फु रच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः’’ (स्फु रत्) પ્રકાશરૂપ એવા (चिज्ज्योतिर्भिः) ચેતનાગુણ દ્વારા (छुरित) પ્રતિબિંબિત છે (भुवनाभोगभवनः) અનંત દ્રવ્ય પોતાના અતીત-અનાગત-વર્તમાન સમસ્ત પર્યાયો સહિત જેમાં, એવું છે. ‘‘तथापि किल इह अस्य प्रकृतिभिः यत् असौ बन्धः स्यात्’’ (तथापि) શુદ્ધ છે જીવદ્રવ્ય તોપણ (किल) નિશ્ચયથી (इह) સંસાર-અવસ્થામાં (अस्य) જીવને (प्रकृतिभिः) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ (यत् असौ बन्धः स्यात्) જે કાંઈ બંધ થાય છે ‘‘सः खलु अज्ञानस्य कः अपि महिमा स्फु रति’’ (सः) તે (खलु) નિશ્ચયથી (अज्ञानस्य कः अपि महिमा स्फु रति) મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. કેવો છે? ‘‘गहनः’’ અસાધ્ય છે. ભાવાર્થ આમ છે કે — જીવદ્રવ્ય સંસાર-અવસ્થામાં વિભાવરૂપ મિથ્યાત્વ-રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ પરિણમ્યું છે, તેથી જેવું પરિણમ્યું છે તેવા ભાવોનું કર્તા થાય છે — અશુદ્ધ ભાવોનું કર્તા થાય છે. અશુદ્ધ ભાવો મટતાં જીવનો સ્વભાવ અકર્તા છે. ૩-૧૯૫.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अस्य चितः भोक्तृत्वं स्वभावः न स्मृतः’’ (अस्य चितः) ચેતનદ્રવ્યનો (भोक्तृत्वं) ભોક્તાપણું — જ્ઞાનાવરણાદિ કર્મના ફળનો અથવા સુખદુઃખરૂપ કર્મફળચેતનાનો અથવા રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ કર્મચેતનાનો ભોક્તા જીવ છે — એવો (स्वभावः) સ્વભાવ અર્થાત્ જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો (न स्मृतः) ગણધરદેવે કહ્યું નથી; જીવનો ભોક્તા સ્વભાવ નથી એમ કહ્યું છે; [દ્રષ્ટાન્ત કહે છે — ] ‘‘कर्तृत्ववत्’’ જેમ જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ. ‘‘अयं जीवः भोक्ता’’ આ જ જીવદ્રવ્ય પોતાના સુખદુઃખરૂપ પરિણામને ભોગવે છે એવું