૧૮૬
પણ છે. તે શા કારણથી? ‘‘अज्ञानात् एव’’ અનાદિથી કર્મનો સંયોગ છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે, તે કારણે ભોક્તા છે. ‘‘तदभावात् अवेदकः’’ મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં જીવદ્રવ્ય સાક્ષાત્ અભોક્તા છે. ભાવાર્થ આમ છે કે — જેમ જીવદ્રવ્યનું અનંતચતુષ્ટય સ્વરૂપ છે તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિથી વિભાવરૂપ — અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. તે વિભાવપરિણતિનો વિનાશ થતાં જીવ અકર્તા છે, અભોક્તા છે. હવે મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યકર્મનો અથવા ભાવકર્મનો કર્તા છે, સમ્યગ્દ્રષ્ટિ કર્તા નથી એમ કહે છે. ૪-૧૯૬.
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः ।
शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता ।।५-१९७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘निपुणैः अज्ञानिता त्यज्यतां’’ (निपुणैः) સમ્યગ્દ્રષ્ટિ જીવોએ (अज्ञानिता) પરદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ (त्यज्यतां) જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે. કેવા છે સમ્યગ્દ્રષ્ટિ જીવો? ‘‘महसि अचलितैः’’ શુદ્ધ ચિદ્રૂપના અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. કેવો છે શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ? ‘‘शुद्धैकात्ममये’’ (शुद्ध) સમસ્ત ઉપાધિથી રહિત એવું જે (एकात्म) એકલું જીવદ્રવ્ય (मये) તે-સ્વરૂપ છે. બીજું શું કરવાનું છે? ‘‘ज्ञानिता आसेव्यतां’’ શુદ્ધ વસ્તુના અનુભવરૂપ — સમ્યક્ત્વપરિણતિરૂપ સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે. શું જાણીને એવો થાય? ‘‘इति एवं नियमं निरूप्य’’ (इति) જે પ્રકારે કહે છે (एवं नियमं) એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને (निरूप्य) અવધારીને. તે વસ્તુનું સ્વરૂપ કેવું? ‘‘अज्ञानी नित्यं वेदकः भवेत्’’ (अज्ञानी) મિથ્યાદ્રષ્ટિ જીવ (नित्यं) સર્વ કાળે (वेदकः भवेत्) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થાય છે એવો નિશ્ચય છે; મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. કેવો છે અજ્ઞાની? ‘‘प्रकृतिस्वभावनिरतः’’ (प्रकृति)