Samaysar Kalash Tika (Gujarati). Shlok: 198.

< Previous Page   Next Page >


Page 187 of 269
PDF/HTML Page 209 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૧૮૭

જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો (स्वभाव) ઉદય થતાં નાના પ્રકારનાં ચતુર્ગતિશરીર, રાગાદિભાવ, સુખદુઃખપરિણતિ ઇત્યાદિમાં (निरतः) પોતાપણું જાણી એકત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. ‘‘तु ज्ञानी जातु वेदकः नो भवेत्’’ (तु) મિથ્યાત્વ મટતાં એવું પણ છે કે (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (जातु) કદાચિત(वेदकः नो भवेत्) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થતો નથી; આવું વસ્તુનું સ્વરૂપ છે. કેવો છે જ્ઞાની? ‘‘प्रकृतिस्वभावविरतः’’ (प्रकृति) કર્મના (स्वभाव) ઉદયના કાર્યમાં (विरतः) હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને, એવો છે. ભાવાર્થ આમ છે કે જીવને સમ્યક્ત્વ થતાં અશુદ્ધપણું મટ્યું છે, તેથી ભોક્તા નથી. ૫-૧૯૭.

(વસન્તતિલકા)
ज्ञानी करोति न न वेदयते च कर्म
जानाति केवलमयं किल तत्स्वभावम्
जानन्परं करणवेदनयोरभावा-
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव
।।६-१९८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानी कर्म न करोति च न वेदयते’’ (ज्ञानी) સમ્યગ્દ્રષ્ટિ જીવ (कर्म न करोति) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી (च) અને (न वेदयते) સુખદુઃખ ઇત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘किल अयं तत्स्वभावम् इति केवलम् जानाति’’ (किल) નિશ્ચયથી (अयं) જે શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઇત્યાદિ છે તે સમસ્ત (तत्स्वभावम्) કર્મનો ઉદય છે, જીવનું સ્વરૂપ નથી(इति केवलम् जानाति) એવું સમ્યગ્દ્રષ્ટિ જીવ જાણે છે, પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી. ‘‘हि सः मुक्तः एव’’ (हि) તે કારણથી (सः) સમ્યગ્દ્રષ્ટિ જીવ (मुक्तः एव) જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘परं जानन्’’ જેટલી છે પરદ્રવ્યની સામગ્રી તેનો જ્ઞાયકમાત્ર છે, મિથ્યાદ્રષ્ટિની જેમ સ્વામીરૂપ નથી. વળી કેવો છે? ‘‘शुद्धस्वभावनियतः’’ (शुद्धस्वभाव) શુદ્ધ ચૈતન્યવસ્તુમાં (नियतः) આસ્વાદરૂપ મગ્ન છે. શા કારણથી? ‘‘करणवेदनयोः अभावात्’’ (करण) કર્મનું કરવું, (वेदन) કર્મનો ભોગ,એવા ભાવ (अभावात्)