૧૮૮
સમ્યગ્દ્રષ્ટિ જીવને મટ્યા છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે; મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસદ્રશ છે. ૬-૧૯૮.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तेषां मोक्षः न’’ (तेषां) એવા મિથ્યાદ્રષ્ટિ જીવોને (न मोक्षः) કર્મનો વિનાશ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે તે જીવો? ‘‘मुमुक्षताम् अपि’’ જૈનમતાશ્રિત છે, ઘણું ભણ્યા છે, દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે, મોક્ષના અભિલાષી છે તોપણ તેમને મોક્ષ નથી. કોની જેમ? ‘‘सामान्यजनवत्’’ જેમ તાપસ, યોગી, ભરડા ઇત્યાદિ જીવોને મોક્ષ નથી તેમ. ભાવાર્થ આમ છે — કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે, કાંઈક વિશેષ હશે; પરંતુ વિશેષ તો કાંઈ નથી. કેવા છે તે જીવો? ‘‘तु ये आत्मानं कर्तारम् पश्यन्ति’’ (तु) જેથી એમ છે કે (ये) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવો (आत्मानं) જીવદ્રવ્યને (कर्तारम् पश्यन्ति) કર્તા માને છે અર્થાત્ તે જ્ઞાનાવરણાદિ કર્મને, રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે, એવો જીવદ્રવ્યનો સ્વભાવ છે — એવું માને છે, પ્રતીતિ કરે છે, આસ્વાદે છે. વળી કેવા છે? ‘‘तमसा तताः’’ મિથ્યાત્વભાવરૂપ અંધકારથી વ્યાપ્ત છે, અંધ થયા છે. ભાવાર્થ આમ છે કે — તેઓ મહામિથ્યાદ્રષ્ટિ છે કે જેઓ જીવનો સ્વભાવ કર્તારૂપ માને છે; કારણ કે કર્તાપણું જીવનો સ્વભાવ નથી, વિભાવરૂપ અશુદ્ધ પરિણતિ છે; તે પણ પરના સંયોગથી છે, વિનાશિક છે. ૭-૧૯૯.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् परद्रव्यात्मतत्त्वयोः कर्तृता कुतः’’ (तत्) તે કારણથી (परद्रव्य) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલનો પિંડ અને (आत्मतत्त्वयोः) શુદ્ધ