૧૯૮
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘निपुणैः वस्तु एव सञ्चिन्त्यताम्’’ (निपुणैः) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં પ્રવીણ છે એવા જે સમ્યગ્દ્રષ્ટિ જીવો, તેમણે (वस्तु एव) સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ (सञ्चिन्त्यताम्) સ્વસંવેદનપ્રત્યક્ષપણે અનુભવ કરવાયોગ્ય છે. ‘‘कर्तुः च वेदयितुः युक्तिवशतः भेदः अस्तु अथवा अभेदः अस्तु’’ (कर्तुः) કર્તામાં (च) અને (वेदयितुः) ભોક્તામાં (युक्तिवशतः) દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનો ભેદ કરતાં — (भेदः अस्तु) અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે, પર્યાયાર્થિકનયથી એવો ભેદ છે તો હો, – એવું સાધતાં સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી; (अथवा) દ્રવ્યાર્થિકનયથી (अभेदः) જે જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે તે જ જીવદ્રવ્ય ભોગવે છે એવું પણ છે (अस्तु) તો એવું પણ હો, – એમાં પણ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. ‘‘वा कर्ता च वेदयिता वा मा भवतु’’ (वा) કર્તૃત્વનયથી (कर्ता) જીવ પોતાના ભાવોનો કર્તા છે (च) તથા ભોક્તૃત્વનયથી (वेदयिता) જે-રૂપે પરિણમે છે તે પરિણામનો ભોક્તા છે એવું છે તો એવું જ હો, – એવું વિચારતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ તો નથી, કારણ કે આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે; (वा) અથવા અકર્તૃત્વનયથી જીવ અકર્તા છે (च) તથા અભોકતૃત્વનયથી જીવ (मा) ભોક્તા નથી, (भवतु) કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો, – એવું વિચારતાં પણ શુદ્ધસ્વરૂપનો અનુભવ નથી, કારણ કે ‘‘प्रोता इह आत्मनि क्कचित् भर्तुं न शक्यः’’ (प्रोता) કોઈ નયવિકલ્પ, [તેનું વિવરણ — અન્ય કરે છે-અન્ય ભોગવે છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા છે – ભોક્તા છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા નથી – ભોક્તા નથી એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે તોપણ તેમાંથી કોઈ વિકલ્પ,] (इह आत्मनि) શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં (क्वचित्) કોઈ પણ કાળે (भर्तुं न शक्यः) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે — કોઈ અજ્ઞાની એમ જાણશે કે આ સ્થળે ગ્રંથકર્તા આચાર્યે કર્તાપણું-અકર્તાપણું, ભોક્તાપણું-અભોક્તાપણું ઘણા પ્રકારે કહ્યું છે તો એમાં શું અનુભવની પ્રાપ્તિ ઘણી છે? સમાધાન આમ છે કે સમસ્ત નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી. તેને (સ્વરૂપને) માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે. તે કારણે
चिच्चिन्तामणिमालिका अभितः चकास्तु एव’’ (नः) અમને (इयं) સ્વસંવેદનપ્રત્યક્ષ, (एका अपि) સમસ્ત વિકલ્પોથી રહિત, (चित्) શુદ્ધ ચેતનારૂપ (चिन्तामणि) અનંત