૨૦૦
પરિણામ-પરદ્રવ્યપરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો ‘‘सदा एव कर्तृ कर्म एकम् इष्यते’’ (सदा एव) સર્વ કાળે (कर्तृ) કર્તા અર્થાત્ પરિણમે છે જે દ્રવ્ય અને (कर्म) કર્મ અર્થાત્ દ્રવ્યનો પરિણામ (एकम् इष्यते) એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્ગલ- દ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે તેથી કર્તા છે; અને તે જ કર્મ છે, કેમ કે પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે; — એમ (इष्यते) વિચારતાં ઘટે છે – અનુભવમાં આવે છે. અન્ય દ્રવ્યનું અન્ય દ્રવ્ય કર્તા, અન્ય દ્રવ્યનો પરિણામ અન્ય દ્રવ્યનું કર્મ – એવું તો અનુભવમાં ઘટતું નથી; કારણ કે બે દ્રવ્યોને વ્યાપ્ય-વ્યાપકપણું નથી. ૧૮-૨૧૦.
स भवति नापरस्य परिणामिन एव भवेत् ।
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः ।।१९-२११।।“
શ્લોકાર્થઃ — ‘‘ननु किल’’ ખરેખર ‘‘परिणामः एव’’ પરિણામ છે તે જ ‘‘विनिश्चयतः’’ નિશ્ચયથી ‘‘कर्म’’ કર્મ છે, અને ‘‘सः परिणामिनः एव भवेत्, अपरस्य न भवति’’ પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ હોય છે, અન્યનો નહિ (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો); વળી ‘‘कर्म कर्तृशून्यं इह न भवति’’ કર્મ કર્તા વિના હોતું નથી, ‘‘च’’ તેમ જ ‘‘वस्तुनः एकतया स्थितिः इह न’’ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે); ‘‘ततः’’ માટે ‘‘तत् एव कर्तृ भवतु’’ વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે ( – એ નિશ્ચય- સિદ્ધાંત છે). ૧૯-૨૧૧.
* પંડિત શ્રી રાજમલજીની ટીકામાં ‘આત્મખ્યાતિ’ના આ શ્લોકનો ‘ખંડાન્વય સહિત અર્થ’ નથી, તેથી ગુજરાતી સમયસારના આધારે અર્થસહિત તે શ્લોક અહીં આપવામાં આવ્યો છે.