Samaysar Kalash Tika (Gujarati). Shlok: 212.

< Previous Page   Next Page >


Page 201 of 269
PDF/HTML Page 223 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૦૧
(પૃથ્વી)

बहिर्लुठति यद्यपि स्फु टदनन्तशक्तिः स्वयं तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम्

स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते ।।२०-२१२।।

ખંડાન્વય સહિત અર્થઃજીવનો સ્વભાવ એવો છે કે સકળ જ્ઞેયને જાણે છે. કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવું જાણશે કે જ્ઞેયવસ્તુને જાણતાં જીવને અશુદ્ધપણું ઘટે છે. તેનું સમાધાન એમ છે કે અશુદ્ધપણું ઘટતું નથી, જીવવસ્તુનો એવો જ સ્વભાવ છે કે સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે. અહીંથી શરૂ કરીને એવો ભાવ કહે છે‘‘

इह स्वभावचलनाकुलः मोहितः किं क्लिश्यते’’ (इह)

જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે એમ દેખીને (स्वभाव) જીવના શુદ્ધ સ્વરૂપથી (चलन) સ્ખલિતપણું જાણી (आकुलः) ખેદખિન્ન થતો મિથ્યાદ્રષ્ટિ જીવ (मोहितः) મિથ્યાત્વરૂપ અજ્ઞાનપણાને આધીન થઈ (किं क्लिश्यते) કેમ ખેદખિન્ન થાય છે? ‘‘यतः स्वभावनियतं सकलम् एव वस्तु इष्यते’’ (यतः) કારણ કે (सकलम् एव वस्तु) જે કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય ઇત્યાદિ છે તે બધું (स्वभावनियतं) નિયમથી પોતાના સ્વરૂપે છે એવું (इष्यते) અનુભવગોચર થાય છે. આ જ અર્થ પ્રગટ કરીને કહે છે‘‘यद्यपि स्फु टदनन्तशक्तिः स्वयं बहिर्लुठति’’ (यद्यपि) જોકે પ્રત્યક્ષપણે એવું છે કે (स्फु टत्) સદાકાળ પ્રગટ છે (अनन्तशक्तिः) અવિનશ્વર ચેતનાશક્તિ જેની એવું જીવદ્રવ્ય (स्वयं बहिः लुठति) સ્વયં સમસ્ત જ્ઞેયને જાણીને જ્ઞેયાકારરૂપે પરિણમે છેએવો જીવનો સ્વભાવ છે, ‘‘तथापि अन्यवस्त्वन्तरम्’’ (तथापि) તોપણ (अन्यवस्त्वन्तरम्) એક કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય ‘‘अपरवस्तुनः न विशति’’ કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી; વસ્તુસ્વભાવ એવો છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે એવો તો સ્વભાવ છે, પરંતુ જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી, જ્ઞેય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથીએવી વસ્તુની મર્યાદા છે. ૨૦-૨૧૨.