૨૦૨
येन तेन खलु वस्तु वस्तु तत् ।
किं करोति हि बहिर्लुठन्नपि ।।२१-२१३।।
ખંડાન્વય સહિત અર્થઃ — અર્થ કહ્યો હતો તેને ગાઢો કરે છે — ‘‘येन इह एकम् वस्तु अन्यवस्तुनः न’’ (येन) જે કારણથી (इह) છ દ્રવ્યોમાં કોઈ (एकम् वस्तु) જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય સત્તારૂપ વિદ્યમાન છે તે (अन्यवस्तुनः न) અન્ય દ્રવ્ય સાથે સર્વથા મળતું નથી એવી દ્રવ્યોના સ્વભાવની મર્યાદા છે, ‘‘तेन खलु वस्तु तत् वस्तु’’ (तेन) તે કારણથી (खलु) નિશ્ચયથી (वस्तु) જે કોઈ દ્રવ્ય છે (तत् वस्तु) તે પોતાના સ્વરૂપે છે — જેમ છે તેમ જ છે; ‘‘अयम् निश्चयः’’ આવો તો નિશ્ચય છે, પરમેશ્વરે કહ્યો છે, અનુભવગોચર પણ થાય છે. ‘‘कः अपरः बहिः लुठन् अपि अपरस्य किं करोति’’ (कः अपरः) એવું ક્યું દ્રવ્ય છે કે જે (बहिः लुठन् अपि) યદ્યપિ જ્ઞેયવસ્તુને જાણે છે તોપણ (अपरस्य किं क रोति) જ્ઞેયવસ્તુ સાથે સંબંધ કરી શકે? અર્થાત્ કોઈ દ્રવ્ય કરી શકે નહિ. ભાવાર્થ આમ છે કે — વસ્તુસ્વરૂપની મર્યાદા તો એવી છે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે એકરૂપ થતું નથી. આ ઉપરાંત જીવનો સ્વભાવ છે કે જ્ઞેયવસ્તુને જાણે; એવો છે તો હો, તોપણ હાનિ તો કાંઈ નથી; જીવદ્રવ્ય જ્ઞેયને જાણતું થકું પોતાના સ્વરૂપે છે. ૨૧-૨૧૩.
किञ्चनापि परिणामिनः स्वयम् ।