કહાનજૈનશાસ્ત્રમાળા ]
ખંડાન્વય સહિત અર્થઃ — કોઈ આશંકા કરે છે કે જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે કે જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે, ભોગવે છે. તેનું સમાધાન આમ છે કે — જૂઠા વ્યવહારથી કહેવા માટે છે, દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં પરદ્રવ્યનો કર્તા જીવ નથી. ‘‘तु यत् वस्तु स्वयम् परिणामिनः अन्यवस्तुनः किञ्चन अपि कुरुते’’ (तु) એવી પણ કહેણી છે કે (यत् वस्तु) જે કોઈ ચેતનાલક્ષણ જીવદ્રવ્ય, (स्वयम् परिणामिनः अन्यवस्तुनः) પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે એવા પુદ્ગલદ્રવ્યનું (किञ्चन अपि कुरुते) કાંઈ કરે છે એમ કહેવું, ‘‘तत् व्यावहारिकद्रशा’’ (तत्) જે કાંઈ એવો અભિપ્રાય છે તે બધો (व्यावहारिकद्रशा) જૂઠી વ્યવહારદ્રષ્ટિથી છે. ‘‘निश्चयात् किम् अपि नास्ति इह मतं’’ (निश्चयात्) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (किम् अपि नास्ति) એવો વિચાર – એવો અભિપ્રાય કાંઈ નથી; — ભાવાર્થ આમ છે કે કાંઈ જ વાત નથી, મૂળથી જૂઠું છે; — (इह मतं) એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ૨૨-૨૧૪.
नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् ।
किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः ।।२३-२१५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘जनाः तत्त्वात् किं च्यवन्ते’’ (जनाः) જનો અર્થાત્ સમસ્ત સંસારી જીવો (तत्त्वात्) ‘જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે’ એવા અનુભવથી (किं च्यवन्ते) કેમ ભ્રષ્ટ થાય છે? ભાવાર્થ આમ છે કે — વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? કેવા છે જનો? ‘‘द्रव्यान्तरचुम्बनाकुलधियः’’ (द्रव्यान्तर) ‘સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે જીવ તેથી (चुम्बन) અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય’ એવું જાણીને (आकुलधियः) ‘જ્ઞેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે કે જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય’ એવી થઈ છે બુદ્ધિ જેમની, એવા છે. ‘‘तु’’ તેનું સમાધાન આમ છે કે — ‘‘यत् ज्ञानं ज्ञेयम् अवैति तत् अयं शुद्ध- स्वभावोदयः’’ (यत्) જે એમ છે કે (ज्ञानं ज्ञेयम् अवैति) ‘જ્ઞાન જ્ઞેયને જાણે છે’ એવું