૨૦૪
પ્રગટ છે (तत् अयं) તે આ (शुद्धस्वभावोदयः) શુદ્ધ જીવવસ્તુનું સ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે — જેમ અગ્નિનો દાહકસ્વભાવ છે, સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે, બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે – અગ્નિનો એવો જ સ્વભાવ છે; તેમ જીવ જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે, જાણતો થકો પોતાના સ્વરૂપે છે – એવો વસ્તુનો સ્વભાવ છે. જ્ઞેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો, જીવ શુદ્ધ છે; [વિશેષ સમાધાન કરે છે — ] કારણ કે ‘‘किम् अपि द्रव्यान्तरं एकद्रव्यगतं न चकास्ति’’ (किम् अपि द्रव्यान्तरं) કોઈ જ્ઞેયરૂપ પુદ્ગલદ્રવ્ય અથવા ધર્મ, અધર્મ, આકાશ, કાળદ્રવ્ય (एकद्रव्य) શુદ્ધ જીવવસ્તુમાં (गतं) એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ (न चकास्ति) શોભતું નથી. ભાવાર્થ આમ છે કે — જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, જ્ઞેયવસ્તુ જ્ઞેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપ તો નથી થયું. એવો અનુભવ કોને છે તે કહે છે — ‘‘शुद्धद्रव्यनिरूपणार्पितमतेः’’ (शुद्धद्रव्य) સમસ્ત વિકલ્પથી રહિત શુદ્ધ ચેતનામાત્ર જીવવસ્તુના (निरूपण) પ્રત્યક્ષ અનુભવમાં (अर्पितमतेः) સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને. વળી કેવા જીવને? ‘‘तत्त्वं समुत्पश्यतः’’ સત્તામાત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે એવા જીવને. ભાવાર્થ આમ છે — ‘જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, સમસ્ત જ્ઞેયથી ભિન્ન છે,’ એવો સ્વભાવ સમ્યગ્દ્રષ્ટિ જીવ જાણે છે. ૨૩-૨૧૫.
मन्यद्द्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः ।
र्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।।२४-२१६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सदा ज्ञानं ज्ञेयं कलयति अस्य ज्ञेयं न अस्ति एव’’ (सदा) સર્વ કાળ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ અર્થગ્રહણશક્તિ (ज्ञेयं) સ્વપરસંબંધી સમસ્ત જ્ઞેયવસ્તુને (कलयति) એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એક વિશેષ — (अस्य) જ્ઞાનના સંબંધથી (ज्ञेयं न अस्ति) જ્ઞેયવસ્તુ જ્ઞાન