કહાનજૈનશાસ્ત્રમાળા ]
સાથે સંબંધરૂપ નથી, (एव) નિશ્ચયથી એમ જ છે. દ્રષ્ટાંત કહે છે — ‘‘ज्योत्स्नारूपं भुवं स्नपयति तस्य भूमिः न अस्ति एव’’ (ज्योत्स्नारूपं) ચાંદનીનો પ્રસાર (भुवं स्नपयति) ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ — (तस्य) ચાંદનીના પ્રસારના સંબંધથી (भूमिः न अस्ति) ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે — જેમ ચાંદની પ્રસરે છે, સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તોપણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે તોપણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. આવું કોઈ ન માને તેના પ્રતિ યુક્તિ દ્વારા ઘટાવે છે — ‘‘शुद्धद्रव्यस्वरसभवनात्’’ શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો ‘‘स्वभावस्य शेषं किं’’ (स्वभावस्य) સત્તામાત્ર વસ્તુનું (शेषं किं) શું બચ્યું? ભાવાર્થ આમ છે કે સત્તામાત્ર વસ્તુ નિર્વિભાગ એકરૂપ છે, જેના બે ભાગ થતા નથી. ‘‘यदि वा’’ જો કદી ‘‘अन्यद्द्रव्यं भवति’’ અનાદિનિધન સત્તારૂપ વસ્તુ અન્ય સત્તારૂપ થાય તો ‘‘तस्य स्वभावः किं स्यात्’’ (तस्य) પહેલાં સાધેલી સત્તારૂપ વસ્તુનો (स्वभावः किं स्यात्) સ્વભાવ શું રહ્યો અર્થાત્ જો પહેલાંનું સત્ત્વ અન્ય સત્ત્વરૂપ થાય તો પહેલાંની સત્તામાંનું શું બચ્યું? અર્થાત્ પહેલાંની સત્તાનો વિનાશ સિદ્ધ થાય છે. ભાવાર્થ આમ છે કે — જેમ જીવદ્રવ્ય ચેતનાસત્તારૂપ છે, નિર્વિભાગ છે, તે ચેતનાસત્તા જો કદી પુદ્ગલદ્રવ્ય – અચેતનારૂપ થઈ જાય તો ચેતનાસત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે? પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, તેથી જે દ્રવ્ય જેવું છે, જે રીતે છે, તે તેવું જ છે, અન્યથા થતું નથી. માટે જીવનું જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે તો જાણો, તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે. ૨૪-૨૧૬.
भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।।२५-२१७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एतत् रागद्वेषद्वयं तावत् उदयते’’ (एतत्)