ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘भावाय नमः’’ (भावाय) પદાર્થ. પદાર્થ સંજ્ઞા છે સત્ત્વસ્વરૂપની. એથી આ અર્થ ઠર્યો — જે કોઈ શાશ્વત વસ્તુરૂપ, તેને મારા (नमः) નમસ્કાર. તે વસ્તુરૂપ કેવું છે? ‘‘चित्स्वभावाय’’ (चित्) જ્ઞાન – ચેતના તે જ છે (स्वभावाय) સ્વભાવ – સર્વસ્વ જેનું, તેને મારા નમસ્કાર. આ વિશેષણ કહેતાં બે સમાધાન થાય છેઃ — એક તો ‘ભાવ’ કહેતાં પદાર્થ; તે પદાર્થ કોઈ ચેતન છે, કોઈ અચેતન છે; તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઊપજે છે. બીજું સમાધાન આમ છે કે યદ્યપિ વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ ગુણ એક જ સત્ત્વ છે, તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે; વિશેષણ કહ્યા વિના વસ્તુનું જ્ઞાન ઊપજતું નથી. વળી કેવો છે ‘ભાવ’? ‘‘समयसाराय’’ જોકે ‘સમય’ શબ્દના ઘણા અર્થ